તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસનો ગુસ્સો:થલાઈવીનું ટ્રેલર ઈન્સ્ટાગ્રામ બાયો પર એડ ન થવાથી કંગના રનૌત ગુસ્સે થઈ, કહ્યું આ મુર્ખ ગોરાઓની ગુલામ હોઉં તેવું લાગી રહ્યું છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટ્રેસની પ્રોફાઈલનું એડિટ સેક્શન પણ બ્લોક કરી દેવામાં આવ્યું
  • અગાઉ પણ કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ થલાઈવીનું ટ્રેલર તેના જન્મદિવસના દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકોની તરફથી પ્રેમ મળી રહ્યો છે. પરંતુ એક્ટ્રેસને ઈન્સ્ટાગ્રામ બાયો પર તેના ટ્રેલર પર લિંક જોડવાની પરવાનગી નથી મળી રહી. પ્રયાસ કરવા પર હવે એક્ટ્રેસની પ્રોફાઈલનું એડિટ સેક્શન પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે જેનાથી એક્ટ્રેસ ગુસ્સે થઈ છે. એક્ટ્રેસનું કહેવું છે કે વર્ષો સુધી સખત મહેનત કર્યા પછી પણ આજે મને આ ગોરાઓની ગુલામ હોય તેવું મહેસૂસ થઈ રહ્યું છે.

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગુસ્સો ઠાલવતા લખ્યું, ડિયર ઈન્સ્ટાગ્રામ, હું મારી પ્રોફાઇલમાં મારી ફિલ્મની ટ્રેલર લિંક જોડવા માગુ છું. મારી પ્રોફાઈલ વેરિફાઈડ છે. મેં ઘણા વર્ષોથી નામ કમાવ્યું છે તેમ છતાં મને મારી જ પ્રોફાઈલમાં કંઈક એડ કરવા માટે તમારી પરવાનગીની જરૂર છે. ભારતમાં તમારી ટીમ મને કહે છે મારે તેમના ઈન્ટરનેશનલ બોસની પરવાનગી લેવી પડશે. એક અઠવાડિયું થઈ ગયું છે, હવે મને કેટલાક સફેદ મુર્ખાઓની ગુલામ હોઉં તેવું મહેસૂસ થઈ રહ્યું છે. તમારી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો એટિટ્યુડ બદલો.

કંગનાએ આગળ લખ્યું, જ્યારથી મેં મારી ફિલ્મ પ્રમોટ કરવા માટે થલાઈવીનું ટ્રેલર એડ કરવા માટે અરજી કરી છે ત્યારથી મારા અકાઉન્ટનું એડિટ સેક્શન બ્લોક કરવામાં આવ્યું છે અને હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના અપ્રૂવની રાહ જોઈ રહી છું. આ ઈન્સ્ટાગ્રામનું અનપ્રોફેશનલ વલણ સ્વીકારવામાં આવશે નહીં.

આ પહેલા પણ, ગયા મહિને, કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. એક્ટ્રેસ જણાવ્યું હતું કે, ચાઈનાના એક હેકરે તેની પ્રોફાઈલ હેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

ફિલ્મ થલાઈવી 10 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કંગના રનૌતે પૂર્વ અભિનેત્રી અને તમિલનાડુની પૂર્વ CM જે જયલલિતાની ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ગીત નૈન બંધે નૈનોં શનિવારે રિલીઝ કરવામાં આવશે.