• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Kangana Ranaut Finds It Difficult To Speak Out About Independence, Dozens Of FIRs Have Been Registered In The Past Due To Controversial Statements.

કોન્ટ્રોવર્સી ક્વીન:કંગના રણૌતને આઝાદી વિશેનો બફાટ ભારે પડ્યો, અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનોને કારણે ડઝનેક FIR નોંધાઈ ચૂકી છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં કંગનાએ જાહેર મંચ પરથી 1947માં મળેલી સ્વતંત્રતાને ‘ભીખમાં મળેલી આઝાદી’ ગણાવી હતી
  • વર્ષ 2016માં કંગનાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તે હૃતિક રોશનને ડેટ કરી રહી હતી

કંગના રણૌતે તાજેતરમાં એક જાહેર મંચમાં કહ્યું હતું કે, ‘1947માં તો ભારતને આઝાદી ભીખમાં મળી હતી, અસલી આઝાદી તો 2014માં મળી’. તેના આ વિવાદાસ્પદ નિવેદનનું પરિણામ એ આવ્યું છે કે 12 નવેમ્બરે રાજસ્થાનના ચાર શહેરમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કંગના પર ક્રાંતિકારીઓનું અપમાન કરવાનો અને બંધારણની મજાક ઉડાવવાનો આરોપ છે. જોકે આ પહેલી વખત નથી કે જ્યારે કંગના વિવાદાસ્પદ નિવેદનને કારણે મુશ્કેલીમાં ફસાઈ હોય. આ પાંચ FIR પહેલાં પણ કંગનાની વિરુદ્ધ એવા ઘણા કેસ નોંધાયા છે.

જયપુરમાં મહિલા કોંગ્રેસે પોલીસ ફરિયાદ કરી એ સમયની તસવીર.
જયપુરમાં મહિલા કોંગ્રેસે પોલીસ ફરિયાદ કરી એ સમયની તસવીર.

હિંસા ભડકાવવાનો આરોપ
બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ થયેલી હિંસા અંગે કંગનાને નિવેદન આપવાનું ભારે પડ્યું હતું. કંગનાએ કહ્યું હતું, ‘ભયંકર છે, આ ગુંડાગીરીને ખતમ કરવા માટે આપણે ઉચ્ચ સ્તર પર ગુંડાગીરી બતાવવાની જરૂર છે. તે (મમતા) એક રાક્ષસ જેવી છે, જેને ખુલ્લી છોડવામાં આવી છે. મોદીજી કૃપા કરીને તેને નિયંત્રિત કરવા માટે 2000ના દાયકાની શરૂઆતનું તમારું વિરાટ સ્વરૂપ બતાવો.’ એક્ટ્રેસનું આ નિવેદન સામે આવ્યા બાદ મે 2021માં તૃણમૂલ કોંગ્રેસની પ્રવક્તા ઋજુ દત્તાએ કંગના વિરુદ્ધ કોલકાતાના ઉલ્ટાડાંગા પોલીસ સ્ટેશનમાં હેટ સ્પીચ આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

ખેડૂતોને આતંકવાદી કહેવાનું ભારે પડ્યું
પંજાબમાં કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કંગનાએ આંતકવાદી કહીને બોલાવ્યા હતા. ત્યાર બાદ કર્ણાટકની તુમકુરની JMFC કોર્ટમાં કંગનાની વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો હતો. એક્ટ્રેસની વિરુદ્ધ આ કેસ IPCની સેક્શન 44, 108, 153, 153 A,504 હેઠળ ફાઈલ કરવામાં આવ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો
વર્ષ 2020માં BMCએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું. આ વાત પર ગુસ્સે થયેલી કંગનાએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે માટે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેના પર વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જાવેદ અખ્તરે માનહાનિનો કેસ કર્યો હતો
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરન્યુમાં કંગનાએ જાવેદ અખ્તર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એક્ટ્રેસ કહ્યું હતું, જાવેદે તેને ઘરે બોલાની ધમકી આપી હતી. નિવેદન સામે આવ્યા બાદ જાવેદે પોતાના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બર 2020ના રોજ એક પ્રાઈવેટ ફરિયાદ દાખલ કરાવી હતી. એમાં તેમણે એક્ટ્રેસ કંગનાની વિરુદ્ધ IPCની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા) અંતર્ગત આરોપ લગાવ્યો હતો.

‘મણિકર્ણિકા રિટર્ન્સ’ની વાર્તા ચોરવાનો આરોપ
દિદ્દા ધ વોરિયર ક્વીન ઓફ કાશ્મીર'ના લેખક આશિષ કૌલે એક્ટ્રેસ કંગનાની વિરુદ્ધ કથિત રીતે ખોટો કેસ દાખલ કર્યો હતો. કંગના ઉપરાંત તેની બહેન રંગોલી ચંદેલ, ભાઈ અક્ષત રણૌત અને પ્રોડ્યુસર કમલ કુમાર જૈનની વિરુદ્ધ પર પણ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. કંગનાએ જાન્યુઆરીમાં 'મણિકર્ણિકા રિટર્ન્સ-ધ લીજેન્ડ ઓફ દિદ્દા' બનાવવાની જાહેરાત કરી હતી. તેને લઈને જ આશિષે મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે પોતાની ફરિયાદ નોંધાવી હતી. મેજિસ્ટ્રેટના આદેશ પર ભારતીય દંડસંહિતાની કલમ 405 (ગુનાહિત ષડ્યંત્ર) અને કોપીરાઈટ કાયદા અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે.

વર્ષ 2016માં કંગનાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તે હૃતિક રોશનને ડેટ કરી રહી હતી
વર્ષ 2016માં કંગનાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તે હૃતિક રોશનને ડેટ કરી રહી હતી

હૃતિકે સાયબર સ્ટોકિંગ અને હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો હતો
વર્ષ 2016માં કંગનાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તે હૃતિક રોશનને ડેટ કરી રહી હતી. ફિલ્મ ‘ક્રિસ- 3’ના શૂટિંગ દરમિયાન બંને રિલેશનશિપમાં હતાં અને હૃતિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં આ સંબંધને અપનાવવાની ના પાડી દીધી. હૃતિકે આ દાવો ખોટો ગણાવતા કંગનાની વિરુદ્ધ સાયબર સ્ટોકિંગ અને હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ કંગનાએ તેના પર સામો કેસ કર્યો હતો.