માનહાનિ કેસ:કંગના રનૌતે માનહાનિ કેસ ટ્રાન્સફર અંગે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતે ગીતકાર જાવેદ અખ્તર માનહાનિ કેસમાં હવે મુંબઈની બોરીવલી સેશન્સ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કંગનાએ સેશન્સ કોર્ટમાં માનહાનિ કેસને ટ્રાન્સફર કરતી અરજીના નિર્ણયને પડકાર્યો છે. કંગના વિરુદ્ધ જાવેદ અખ્તરે માનહાનિનો કેસ કર્યો છે.

વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે (CMM) ઓક્ટોબરમાં અંધેરી મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસ ટ્રાન્સફર કરવાની કંગનાની અરજી ફગાવી દીધી હતી. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ બોરીવલી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે CMM એ વાત સમજવામાં નિષ્ફળ રહ્યા કે મેજિસ્ટ્રેટે અરજીકર્તાને જાણી જોઈને ક્ષતિ પહોંચાડવાના પોતાના પાવરનો ખોટો ઉપયોગ કર્યો છે.

કંગનાએ જામીન વોરંટ રદ્દ કરાવ્યું છે
જાવેદ અખ્તરની ફરિયાદ બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના વિરુદ્ધ જામીન વોરંટ ઇશ્યૂ કર્યું હતું. કંગનાએ કોર્ટમાં જઈને આ વોરંટ રદ્દ કરાવ્યું હતું.

શું છે માનહાનિ કેસ?

  • જાવેદ અખ્તરે તેમના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બર, 2020ના રોજ એક ખાનગી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું કે તેઓ એક આત્મનિર્ભર વ્યક્તિ છે, જે 4 ઓક્ટોબર, 1964ના રોજ 27 રૂપિયા, 2 જોડી કપડાં અને કેટલાક પુસ્તકોની સાથે મુંબઈ આવ્યા હતા. તે સમયે તેઓ 19 વર્ષના હતા. અરજીમાં અખ્તરની પ્રતિષ્ઠા અંગે જણાવવામાં આવ્યું, અપીલકર્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનિયર કલાકારોમાંથી એક છે. જેમને પોતાની કરિયરમાં 55 વર્ષથી વધારે સમય સુધી કામ કર્યું છે. આ એક દુર્લભ ઉપલબ્ધિ છે. તેઓ માર્ચ 2010થી માર્ચ 2016 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
  • અખ્તરનો દાવો છે કે, 57 મિનિટ સુધી ચાલેલા ઈન્ટરવ્યુમાં કંગના કોઈપણ પુરાવા વગર અને નોલેજ વગર સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત પરિસ્થિતિ પર બોલતી જોવા મળે છે. તેમની અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા.
  • અખ્તરે કથિત રીતે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તેમણે રીતિક રોશનની વિરુદ્ધ કેસ પાછો લેવા માટે એણે ધમકી આપી હતી.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, કંગનાએ ઈન્ટરવ્યુમાં તેમનું નામ પણ સુસાઈડ કેમ્પબાજીમાં લીધું છે. કંગનાએ એ આરોપ પણ લગાવ્યો હતો કે અખ્તરે તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહીં રહે.
  • અખ્તરનો દાવો છે કે કંગનાની આ કમેન્ટના કારણે તેમણે ઘણા ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવ્યા છે. તેમને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા. તેમના અનુસાર, આ કમેન્ટના કારણે તેમની ઈમેજ ખરાબ થઈ છે.