તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (DSGMC)ના એક સભ્યે કંગના રનૌતને નોટિસ ફટકારી છે. ખેડૂત બિલનો વિરોધ કરતાં ખેડૂતો વિરુદ્ધ કંગનાની સોશિયલ મીડિયામાં જે પણ પોસ્ટ કરે છે, તે સંદર્ભે આ નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ હેઠળ ખેડૂતોન શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકારી છે અને તે ખેડૂતોનું અપમાન કરી શકે નહીં.
કમિટીના સભ્ય જસ્મૈન સિંહ નોનીની તરફથી વકીલ હરપ્રીત સિંહ હોરાએ નોટિસમાં કહ્યું હતું કે જ્યારે મુંબઈમાં કંગનાની ઓફિસનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો ત્યારે તેણે પોતાના ચાહકોને ભેગા કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે BMCની કાર્યવાહી તેના મૌલિક અધિકારીનું હનન છે. આ જ રીતે ખેડૂતોને પણ મૌલિક અધિકારો હેઠળ દેખાવો કરવાનો અધિકારનો છે.
શાહીન બાગવાળી દાદી અંગે આપત્તિજનક પોસ્ટ કરી હતી
નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે, 'કંગનાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આક્ષેપ મૂક્યો હતો કે 'શાહીન બાગની દાદી' પણ નવા ખેડૂત બિલનો વિરોધ કરવા માટે આંદોલનમાં જોડાઈ ગઈ.' એક્ટ્રેસે પોતાની આ જ પોસ્ટમાં કહ્યું હતું કે 'ટાઈમ' મેગેઝિનમાં સ્થાન મેળવનાર દાદી '100 રૂપિયામાં ઉપલબ્ધ' છે. જોકે, દિવ્ય ભાસ્કરની તપાસમાં એ વાત સામે આવી હતી કે કંગનાએ નામ લીધા વગર મોહિંદર કૌરને શાહીનબાગમાં CAA અને NRCના વિરોધમાં સામેલ બિલકિસ બાનો કહી હતી. જોકે, જ્યારે કંગનાને ટ્રોલ કરવામાં આવી તો તેણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. કંગનાને આ જ પોસ્ટ અંગે નોટિસ મોકલવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાર્યવાહી કરવાનું કહ્યું
નોટિસમાં કહેવામાં આવ્યું છે, 'અનેક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને મહિલા અલગ-અલગ છે અને જો અલગ ના હોય તો પણ તેણે પોતાની રાજનીતિ માટે કોઈ વૃદ્ધ મહિલાને અપમાનિત કરવાનો અધિકાર નથી. આ સ્પષ્ટ રીતે નફરત ફેલાવનાર પોસ્ટ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જલદીથી આના પર એક્શન લેવાની જરૂર છે.'
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.