તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરી બોલિવૂડ પર ભડકી:કંગનાએ હવે બોલિવૂડ શબ્દને અપમાનજનક ગણાવ્યો, ટ્વીટમાં કહ્યું- આ હોલિવૂડથી ચોરેલો છે, આનો અસ્વીકાર કરો

મુંબઈ8 દિવસ પહેલા
છેલ્લાં થોડાં દિવસથી કંગના રનૌતે ન્યૂઝ ચેનલ તથા પત્રકારો વિરુદ્ધ અરજી કરનાર 34 પ્રોડ્યૂસર્સ ઘોરખોદિયાં કહ્યાં હતાં
  • કંગનાએ પોતાની લેટેસ્ટ ટ્વીટમાં નામ લીધા વગર કેટલાક કલાકારોને અપશબ્દો કહ્યા
  • એક્ટ્રેસે બોલિવૂડ પર નિશાન સાધતા પોતાને ઈન્ડસ્ટ્રીની સતત એક્શન લેનાર એક્ટ્રેસ કહી હતી

કંગના રનૌતે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામ 'બોલિવૂડ'ને અપમાનજનક ગણાવ્યું હતું અને લોકોને આનો અસ્વીકાર કરવાની અપીલ કરી છે. તેણે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'અહીંયા કલાકારો, અપશબ્દો.. અહીંયા ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. અહીંયા બોલિવૂડ છે. #IndiaRejectBollywood. સૌથી હાસ્યાસ્પદ શબ્દ બોલિવૂડ છે. આ શબ્દ હોલિવૂડની નકલ છે અને ચોરાયેલો છે. મહેરબાની કરીને આ અપમાનજનક શબ્દને નામંજૂર કરો.'

પોતાને બોલિવૂડની એક્શન હીરોઈન ગણાવી
કંગનાએ અન્ય એક ટ્વીટમાં પોતાને બોલિવૂડની પહેલી સતત એક્શન લેનારી હીરોઈન ગણાવી હતી. તેણે એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મેં અપકમિંગ એક્શન ફિલ્મ 'તેજસ' તથા 'ધાકડ' માટે એક્શન ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મમાં હું ક્રમશઃ ફૌજી તથા જાસૂસની ભૂમિકા ભજવી રહી છું. બોલિવૂડની થાળીએ મને ઘણું બધું આપ્યું હશે પરંતુ 'મણિકર્ણિકા'ની સફળતા બાદ હું પણ બોલિવૂડની પહેલી સતત એક્શન લેનારી હીરોઈન છું.'

બોલિવૂડ પર કંગનાએ સતત હુમલાઓ કર્યા છે
બોલિવૂડને 'બુલીવૂડ' કહેનારી કંગના સતત ઈન્ડસ્ટ્રી પર હુમલાઓ કરે છે. ન્યૂઝ ચેનલ્સ તથા પત્રકારો વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરનારા 34 પ્રોડ્યૂસર્સને ઘોરઘોદિયાં કહ્યાં હતાં. તેણે કહ્યું હતું, 'બુલીવૂડના તમામ ઘોરઘોદિયાં તેમનું નામ લેવાને બદલે મીડિયા પર હુમલો કરવા માટે ભેગા થઈ ગયા છે. હું તેમને પૂછવા માગું છું કે તેઓ મજૂરો, મહિલાઓ, સ્ટંટમેન વિરુદ્ધ થતાં અન્યાય સામે કેમ ભેગા થતા નથી? તેઓ માત્ર પોતાના માટે માનવાધિકારોની માગ કરે છે પરંતુ બીજાના માનવાધિકારો તરફ માત્ર દેખાવો કરે છે.'

બોલિવૂડની તુલના ગટર સાથે કરી હતી
કંગનાએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'બુલીવુડ (બોલિવૂડ) ડ્રગ્સ, એક્સ્પ્લોઈટેશન, નેપોટિઝ્મ તથા જેહાદની ગટર છે. આ ગટરને સાફ કરવાને બદલે બંધ કરી દેવામાં આવી છે. #BollywoodStrikesBack, આ લોકોએ મારી પર પણ કેસ કરવો જોઈએ. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમને બધાને એક્સપોઝ કરતી રહીશ.'

એ લિસ્ટેડ એક્ટર્સ પર આક્ષેપ
કંગનાએ બોલિવૂડના એ લિસ્ટેડ એક્ટર્સ પર પણ ગંભીર આક્ષેપ મૂક્યો છે. તેણે કહ્યું હતું, 'મોટા હીરો માત્ર મહિલાઓ સામે વાંધો પ્રગટ જ નથી કરતા પરંતુ યુવાન છોકરીઓનું પણ શોષણ કરે છે. તેઓ સુશાંત સિંહ રાજપૂત જેવા યુવાઓને આગળ વધવા દેતા નથી પરંતુ 50ની ઉંમરમાં પણ તેઓ જાતે જ સ્કૂલના બાળકોનો રોલ કરવા માગે છે. તેઓ ક્યારેય કોઈના માટે સ્ટેન્ડ લેતા નથી. પછી ભલે તેમની આંખોની સામે અન્યાય થતો રહે.'

ગટરમાં રહેતા કીડા કહ્યા હતા
કંગનાએ અન્ય એક ટ્વીટમાં કેસ કરનાર પ્રોડ્યૂસર્સને ગટરમાં રહેતા કીડા કહ્યા હતા. તેણે ટ્વીટમાં કહ્યું હતું,

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો