મિટિંગ:કંગનાએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બૉલીવુડ ક્વીન કંગના રનૌત કોઈ ને કોઈ મામલે વિવાદમાં રહે છે. હાલમાં જ કંગનાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે મુલાકાત કરી હતી. કંગના ઉત્તર પ્રદેશના વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ODOP યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ યોજનાનાં કામને કારણે કંગનાએ યોગી સાથે મુલાકાત કરી હતી. આ અંગેની જાણકારી કંગનાએ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આપી હતી.

કંગનાએ સોશિયલ મીડિયામાં શેર કરી પોસ્ટ
કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મને મહારાજ યોગી આદિત્યનાથને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ એક અદભુત સાંજ હતી. હું મારી જાતને સમ્માનિત અને પ્રેરિત મહેસુસ કરી રહી છું.
વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ રાજ્ય સરકારે કંગનાને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઉત્તરપ્રદેશ સરકારનો એક અગત્યનો પોગ્રામ છે. જેનો ઉદ્દેશ સ્વદેશી, વિશિષ્ટ ઉત્પાદકો અને શિલ્પને આગળ વધારવાનો છે. આ યોજના ઉત્તરપ્રદેશના દરેક જિલ્લામાં લાગુ છે.
કંગનાએ ચિકનકારી વર્કની પહેરી સાડી
કંગનાએ જે સાડી પહેરી હતી તે ચિકનકારી વર્કવાળી હતી. આ સાડી ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા બનાવવામાં આવી હતી. થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં ચિકનકારી, જરી જરદોશી અને કાલા નમક ચાવલ જેવી અમુક પ્રોડક્ટ બીજે ક્યાંય મળતી નથી.
કંગનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ 'ધાકડ' છે. જે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં કંગનાની સાથે દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ જોવા મળશે. આ સિવાય કંગનાની ફિલ્મ 'તેજસ' 5 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ઉપરાંત કંગના OTT રિયાલિટી શો 'લોકઅપ'ને પણ હોસ્ટ કરી રહી છે.