PMની સિક્યોરિટી બ્રીચ પર કંગના ભડકી:એક્ટ્રેસે PM મોદીની સુરક્ષા ચૂકને શરમજનક ગણાવી, કહ્યું- પંજાબ આતંકવાદી ગતિવિધિઓનું હબ બની રહ્યું છે

મુંબઈ14 દિવસ પહેલા

એક દિવસ પહેલાં (5 જાન્યુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને પંજાબમાં પ્રદર્શનકારીઓએ અટકાવ્યો હતો. આ ઘટના પર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ ગુરુવાર, 6 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને PM મોદીની સિક્યોરિટી બ્રીચ (સુરક્ષા ચૂક) પર રિએક્શન આપીને તેને 'શરમજનક' તથા 'લોકતંત્ર પર હુમલો' ગણાવ્યો હતો. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે પંજાબ આતંકવાદી ગતિવિધિઓનું હબ બનતું જાય છે.

વડાપ્રધાન પર હુમલો એ દરેક ભારતીય પર હુમલો છેઃ કંગના
કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'પંજાબમાં જે થયું તે ઘણું જ શરમજનક છે. માનનીય વડાપ્રધાન લોકશાહીથી ચૂંટાયેલા નેતા, પ્રતિનિધ તથા 140 કરોડ લોકોનો અવાજ છે. તેમના પરનો હુમલો દરેક ભારતીય પર હુમલો છે. આ આપણી લોકશાહી પર હુમલો છે. પંજાબ આતંકવાદી ગતિવિધિ માટે એક હબ બનતું જાય છે. જો આપણે તેમને અત્યારે ના અટકાવ્યા તો દેશે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. #bharatstandswithmodiji।"

કંગનાની સો.મીડિયા પોસ્ટ.
કંગનાની સો.મીડિયા પોસ્ટ.

વડાપ્રધાનનો કાફલો 20 મિનિટ સુધી રોકાયો
ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફિરોઝપુરમાં પાંચ જાન્યુઆરીના રોજ વડાપ્રધાનની રેલી હતી. આ રેલીમાં પંજાબમાં ભાજપ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાનું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદી કરોડોના પ્રોજેક્ટની જાહેરાત કરવાના હતા. જોકે, ખેડૂતોએ વડાપ્રધાનનો વિરોધ કરીને રસ્તો જામ કરી દીધો હતો. ભાજપ કાર્યકર્તાઓને પણ રેલી સ્થળ સુધી પહોંચવા દેવામાં આવ્યા નહોતા. ખેડૂતો તથા કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી તથા ઝડપ થઈ હતી. આ કારણે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

હાઇવે પર વડાપ્રધાનનો કાફલો 20 મિનિટ સુધી ઊભો રહ્યો હતો.
હાઇવે પર વડાપ્રધાનનો કાફલો 20 મિનિટ સુધી ઊભો રહ્યો હતો.

બીજી બાજુ, વડાપ્રધાનની રેલી છેલ્લી ઘડીએ કેન્સલ કરવી પી હતી. આ સાથે જ તેમણે અડધે રસ્તેથી પરત ફરવું પડ્યું હતું, કારણ કે ભઠિંડાનો રસ્તો બંધ હતો. રસ્તો બંધ હોવાને કારણે વડાપ્રધાનનો કાફલો 20 મિનિટ સુધી હાઇવે પર ફસાયેલો રહ્યો. અહીંથી પાકિસ્તાનની બોર્ડર 20 કિમી દૂર છે. વડાપ્રધાનના કાફલાનો રસ્તો 20 મિનિટ સુધી રોકી રખાતા ભાજપ નારાજ છે અને તેથી જ રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...