'ક્વીન'એ પોતાના જ વખાણ કર્યા:કંગનાએ પોતાને સુપરસ્ટાર હોસ્ટ ગણાવી, કહ્યું- 'શાહરુખ ખાન, અક્ષય કુમાર જેવા સફળ એક્ટર્સ હોસ્ટિંગમાં નિષ્ફળ રહ્યા'

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌત હાલમાં રિયાલિટી શો 'લૉક અપ' હોસ્ટ કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની હોસ્ટિંગ સ્કિલ્સ અંગે વાત કરી હતી. કંગનાએ પોતાના 'સુપરસ્ટાર હોસ્ટ' ગણાવી હતી. આ સાથે જ એક્ટ્રેસે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર તથા રણવીર સિંહ જેવા સફળ સ્ટાર્સ હોસ્ટિંગમાં નિષ્ફળ રહ્યા હોવાનું કહ્યું હતું.

કંગનાએ પોતાને સુપરસ્ટાર હોસ્ટ ગણાવી
કંગનાએ સો.મીડિયામાં 'લૉક અપ'ની સફળતા અંગે વાત કરતાં કહ્યું હતું, 'અનેક સક્સેસફુલ એક્ટર્સ જેવા કે શાહરુખ ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહે હોસ્ટિંગમાં નસીબ અજમાવ્યું છે, પરંતુ માત્ર શ્રી અમિતાભ બચ્ચનજી, સલમાન ખાનજી તથા કંગના રનૌત જ એક સુપરસ્ટાર હોસ્ટ બનવાનું આ ગૌરવ મેળવી શક્યા છે. આ લીગમાં સામેલ થવા માટે મારી જાતને લકી માનું છું.'

લોકો એક્ટ્રેસના કામની ઈર્ષ્યા કરે છે
કંગનાએ પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના અનેક લોકો તેના શોની સફળતાની ઈર્ષ્યા કરે છે. તેણે કહ્યું હતું, 'કાશ તેણે આ વાત ચોખ્ખી રીતે ના કહેવી પડત, પરંતુ ઈર્ષ્યાળુ મૂવી માફિયા મને તથા મારા શોને બદનામ કરવા માટે બધું જ કરી રહ્યા છે. આથી મારે જે જરૂરી હતું, તે કરવું પડ્યું અને મને તેમાં કોઈ વાંધો નથી. જો હું બધા માટે સ્ટેન્ડ લઈ શકું છું તો હું મારા માટે પણ લઈ શકું આ જનરેશનની એક માત્ર સફળ હોસ્ટ બનીને મને બહુ જ સારું લાગી રહ્યું છે.'

'લૉક અપ'ને 200 મિલિયન વ્યૂઝથી વધુ મળ્યા
ઉલ્લેખનીય છે કે એકતા કપૂરનો આ શો અલ્ટ બાલાજી તથા MX પ્લેયર પર રોજ સ્ટ્રીમ થાય છે. કંગના વીકેન્ડમાં 'જજમેન્ટ ડે' પર જોવા મળે છે. હાલમાં જ આ શોએ 200 મિલિયન વ્યૂ પાર કર્યા હતા. કંગનાએ પછી ફિલ્મમેકર કરન જોહર પર નિશાન સાધ્યું હતું.