તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિની પ્રોપર્ટી પર વિવાદ:દિવંગત વાજિદ ખાનની પત્ની કમલરુખે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યાં, આરોપ-સાજિદ ખાન અને તેની માતા પ્રોપર્ટી છીનવવા માગે છે

20 દિવસ પહેલા
વાજિદ ખાને જૂન, 2020માં કોરોના સંક્રમણને લીધે દુનિયાને અલવિદા કહ્યું હતું.
  • વાજિદ ખાનનું મુંબઈમાં ચેમ્બુરસ્થિત હોસ્પિટલમાં 42 વર્ષની ઉંમરે અવસાન થયું હતું
  • મૃત્યુના આશરે 6 મહિના પછી કમલરુખે પરિવાર પર ગંભીર આરોપ લગાવવાના શરૂ કર્યા હતા

દિવંગત કમ્પોઝર વાજિદ ખાનની પત્ની કમલરુખને બોમ્બે હાઈકોર્ટનાં પગથિયાં ચડવા પડ્યાં છે. કમલરૂખે કહ્યું, વાજિદે 2012માં એક વસિયતનામું બનાવ્યું હતું. એમાં કમલરુખ અને તેનાં બાળકોનાં નામે પ્રોપર્ટી હતી. કમલે કહ્યું, આ પ્રોપર્ટીમાં તેના ઉપરાંત વાજિદનો ભાઈ સાજિદ, તેમની માતાનાં નામ સામેલ કર્યાં નહોતાં.

બોલિવૂડની ફેમસ સંગીતકાર સાજિદ-વાજિદની જોડીમાંથી વાજિદ ખાન જૂન 2020માં કોરોના સંક્રમણને લીધે દુનિયાને અલવિદા કહ્યું હતું. એ પછી આશરે 6 મહિના પછી કમલરુખે પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

23 એપ્રિલે સુનાવણી થશે
ગયા અઠવાડિયે જાહેર કરેલા આદેશ પ્રમાણે, બોમ્બે હાઈકોર્ટે સાજિદ અને તેની માતાને એક નોટિસ મોકલીને 21 એપ્રિલ સુધી જવાબ માગ્યો છે. કમલરુખની માગ છે કે જ્યાં સુધી પ્રોબેટ પિટિશન લંબાય છે ત્યાં સુધી સંપત્તિની માલિકી માટે ઇન્ડિયન સક્સેશન એક્ટના નિયમ હેઠળ કોર્ટ રિસીવર કે ક્યુરેટરની નિયુક્તિ કરવામાં આવે. આ મામલે નેક્સ્ટ સુનાવણી 23 એપ્રિલે થશે.

બોલિવૂડની જાણીતી સંગીતકાર જોડી સાજિદ-વાજિદમાંથી વાજિદ ખાનનું મુંબઈમાં ચેમ્બુરસ્થિત હોસ્પિટલમાં નિધન થયું હતું. તે 42 વર્ષનો હતો. વાજિદ ખાન થોડા દિવસથી વેન્ટિલેટર પર હતો. રવિવારે બપોરે તબિયત અચાનક લથડી હતી અને એમાં તેનું નિધન થયું હતું. વાજિદને કિડની અને હૃદયરોગની સમસ્યા હતી. એક અઠવાડિયા પહેલાં કોરોના ટેસ્ટનો અહેવાલ પોઝિટિવ આવ્યો હતો. આ રોગોથી ઘેરાયેલા વાજિદ બહાર નીકળી શક્યો નહોતો.

સાજિદ-વાજિદ જાણીતા તબલાવાદક ઉસ્તાદ શરાફત અલી ખાનના પુત્રો
થોડા મહિના પહેલાં જ વાજિદનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ડોકટરો તેને બચાવી શક્યા નહોતા. વાજિદના નિધનથી બોલિવૂડમાં શોક છવાયો હતો. પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ, શંકર મહાદેવન, વરુણ ધવન, સલીમ મર્ચન્ટ સહિત અનેક કલાકારો, સંગીતકારો, ગાયકોએ વાજિદને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી. સાજિદ-વાજિદ જાણીતા તબલાવાદક ઉસ્તાદ શરાફત અલી ખાનના પુત્રો છે.

આ જોડીનો હંમેશાં બોલિવૂડમાં દબદબો રહ્યો
સાજિદ-વાજિદની જોડીએ સલમાન ખાનની અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. સાજિદ-વાજિદ અને સલમાન હિટ કોમ્બિનેશન હતું. તાજેતરમાં સલમાનની ભાઈભાઈ અને પ્યાર કરોના ફિલ્મો માટે તેમણે સંગીત આપ્યું હતું. સલમાનની દબંગ, વોન્ટેડ, વીર, નો પ્રોબ્લેમ, ગોડ તુસ્સી ગ્રેટ હો, પાર્ટનર સહિત સલમાનની અનેક ફિલ્મોમાં વાજિદે ગીતો ગાયા છે. એક થા ટાઈગર, દબંગ, દબંગ-2, દબંગ-3, પાર્ટનર, સન ઓફ સરદાર, રાવડી રાઠોડ, હાઉસફુલ 2, જેવી અનેક હિટ ફિલ્મોમાં સાજિદ-વાજિદે સંગીત આપ્યું છે.

1998ની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'થી સાજિદ-વાજિદે કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી પાછું વળીનો જોવાનો ક્યારેય વારો આવ્યો નહોતો. આ જોડીનો હંમેશાં બોલિવૂડમાં દબદબો રહ્યો છે. ટીવીના જાણીતા શો સારેગમપ 2012, સારેગમપ સિંગિંગ સુપરસ્ટાર માટે બંનેએ જજ તરીકે કામ કર્યું હતું. IPL-4નું થીમ સોંગ ધૂમ ધૂમ ધૂમ ધડાકા ગીત આ જ જોડીએ સંગીતબ્ધ કર્યું હતું. આ ગીત વાજિદે ગાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો