સાઉથ સુપરસ્ટારની દિલદારી:કમલ હાસને 'વિક્રમ' હિટ જતાં જ સૂર્યાને મોંઘીદાટ ઘડિયાળ, ડિરેક્ટરને કાર અને 13 આસિસ્ટન્ટને બાઇક આપ્યા

ચેન્નઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ' હાલમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝના એક અઠવાડિયામાં 200 કરોડથી વધુની કમાણી કરી છે. એક્શન થ્રિલર ફિલ્મમાં વિજય સેતુપતિ, ફહદ ફાસિલ, સૂર્યા પણ છે. ટ્રેડ પંડિતોના મતે કમલ હાસનની કરિયરની આ સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ છે. ફિલ્મ સુપરડુપર હિટ જતાં જ કમલ હાસન ઘણાં જ થુશ થયા છે. તેમણે ડિરેક્ટર લોકેશને કાર તથા સૂર્યાને રોલેક્સ ઘડિયાળ આપી છે. આ ઉપરાંત 13 આસિસ્ટન્ટ ડિરેક્ટરને બાઇક આપી છે.

એક અઠવાડિયામાં કમાણી 200 કરોડ કરતાં વધુ
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટ્રેકર રમેશ બાલાએ કહ્યું હતું કે 'વિક્રમ'એ પાંચ દિવસની અંદર 200 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 150 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. માત્ર ભારતમાં 100 કરોડનો બિઝનેસ કર્યો છે.

કમલ હાસને ડિરેક્ટરને કાર ગિફ્ટ કરી
કમલે પોતાની સફળતાની ઉજવણી કરતાં ફિલ્મના ડિરેક્ટર લોકેશ કનગરાજને લેક્સસ કાર ભેટમાં આપી હતી. ડિરેક્ટરે નવી કાર સાથે પોઝ આપીને કમલનો સો.મીડિયામાં આભાર માન્યો હતો.

સૂર્યાને રોલેક્સ ઘડિયાળ આપી
67 વર્ષીય કમલે કો-એક્ટર સૂર્યાને રોલેક્સ ઘડિયાળ આપી છે. ફિલ્મમાં સૂર્યાના પાત્રનું નામ 'રોલેક્સ' હતું. સૂર્યાએ પણ સો.મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરીને પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આવી એક ક્ષણ જીવનને સુંદર બનાવી દે છે. તમારી રોલેક્સ માટે અન્નાનો આભાર.'

13 આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને અપાચે બાઇક
લોકેશ તથા સૂર્યાને ગિફ્ટ આપ્યા બાદ 'વિક્રમ'માં કામ કરતાં 13 આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને અપાચે RTR 160 બાઇક આપ્યા હતા. કમલ હાસને એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તેઓ સૂર્યાને 10 મિનિટના કેમિયો માટે આભાર માને છે. 'વિક્રમ'ના બીજા પાર્ટમાં સૂર્યાનો રોલ વધારે હશે.

'વિક્રમ' ખાસ ફિલ્મ
'વિક્રમ' હાઇ ઓક્ટેન એક્શન થ્રિલર છે. આ ફિલ્મને લોકેશ કનગરાજે લખી છે અને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કમલ હાસન, વિજય સેતુપતિ, ફહદ ફાસિલ મહત્ત્વના રોલમાં છે. કાલિદાસ જયરામ, નારાયણ, સંથાના ભારતી, વસંતી જેવા કલાકારો સાઇડ રોલમાં જોવા મળ્યા છે. સૂર્યાએ કેમિયો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...