થ્રો બેક તસવીર:કલ્કી શૂટિંગ પહેલાં બ્રેસ્ટ પંપ લગાવીને થતી હતી તૈયાર, ફેન્સે કહ્યું કે, 'સ્ટ્રોંગ મધર'

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કલ્કી કેકલાં એક્ટિંગની સાથે-સાથે મહિલાઓ માટે ખૂલીને બોલવા માટે જાણીતી છે. આ એક્ટ્રેસ પોતાની 2 વર્ષની દીકરીનો એકલે હાથે ઉછેર કરી રહી છે. એક્ટ્રેસે સામાન્ય રીતે તો દીકરી સાથેની ખુબસૂરત તસવીરો શેર કરે છે. પરંતુ એક વાત એ પણ છે કે, કલ્કીને વર્કિંગ મધર હોવાને કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક થ્રો બેક (જૂની) તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને વર્કિંગ મોમની લાઈફ કેવી હોય છે તે અંગે પણ જણાવ્યું હતું. આ તસવીરમાં જોઈ શકાય છે કે, શૂટિંગ પહેલાં કલ્કી બ્રેસ્ટ પંપ લગાવીને મેકઅપ અને હેરસ્ટાઇલ કરાવતી જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે ‘મોમ્સ ગિલ્ટ’ વિશે પણ લખ્યું છે. દીકરીને કોઈ તકલીફ ન પડે તે માટે કલ્કી બ્રેસ્ટ પંપમાંથી દૂધ કાઢીને શૂટિંગ પર જતી હતી.

તસવીર શેર કરીને કહી આ વાત
ફોટો શેર કરતાં કલ્કીએ લખ્યું હતું કે, 'મોમ્સ ગિલ્ટની યાદોમાં, રેજિંગ બૂબ્સ અને બાયોનિક બોડી.' આ તસવીરમાં કલ્કી શૂટિંગના સ્થળે મેકઅપ રૂમમાં અરીસા સામે બેસીને પોતાના વાળ સેટ કરાવી રહી છે અને તે જ સમયે પોતાનાં સ્તન પર બ્રેસ્ટ પમ્પ લગાવીને પોતાની દીકરી માટે દૂધ પણ એકઠું કરી રહી છે. ફેન્સની કલ્કીની આ થ્રો બેક તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'અમે બધા જાણીએ છીએ કે તમે તમારાથી બનતું બધું સારું કરી શકો છો. તમે તમારી ઈચ્છા અનુસાર કામ કરીને સારા વ્યક્તિ બની શકો છો. હંમેશાં આ રીતે ખાસ રહો અને ક્યારેય બદલાશો નહીં કારણ કે તે જ તમને ખાસ બનાવે છે.' એક યુઝરે લખ્યું હતું કે, ‘સ્ટ્રોંગ મધર.’

2020માં દીકરી સૈફોનો જન્મ
ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે છૂટાછેડા લીધા બાદ કલ્કી ઇઝરાયેલી સંગીતકાર ગાય હર્શબર્ગ સાથે રિલેશનશિપમાં છે. આ કપલને એક દીકરી સૈફો છે, જેનો જન્મ ફેબ્રુઆરી 2020માં થયો હતો. કલ્કી અવારનવાર પોતાની દીકરીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

વીડિયો શેર કરીને બ્રેસ્ટપમ્પ વિશે જણાવ્યું હતું
કલ્કીએ થોડા સમય પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર બ્રેસ્ટ પમ્પમાંથી દૂધ કાઢવાથી જે દુખાવો થાય છે તે અંગેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, મને લાગે છે કે આ સમાજમાં ​​​​​​​બધું બાળક માટે જ છે અને માતા વિશે કોઈ જ વસ્તુ નથી. બંનેએ શક્ય તેટલી ઝડપથી તેમની વૃદ્ધિના તબક્કામાં તેમના કમ્ફર્ટ ઝોનને શોધવાની જરૂર છે. મને સમજાયું કે બોલવું ખૂબ જ સરળ છે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાની જરૂર નથી. તમે પંપ અથવા અન્ય કોઈ વિકલ્પ લઈ શકો છો. પરંતુ જ્યારે તમે ખરેખર માતા બનો છો ત્યારે તમને વાસ્તવિક પડકાર વિશે ખબર પડે છે. તમારા પર ઘણું દબાણ હોય છે.’

હવે કલ્કી વેબ સિરીઝમાં જોવા મળશે
કલ્કીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, એક્ટ્રેસ ટૂંક સમયમાં વેબ સિરીઝ 'મેડ ઇન હેવન'ની બીજી સિઝનમાં જોવા મળશે. આ સિવાય તેણે 'ગોલ્ડફિશ' અને 'એમ્મા એન્ડ એન્જલ'નું શૂટિંગ પણ પૂરું કરી દીધું છે.

લગ્ન પહેલાં આ એક્ટ્રેસિસ પ્રેગ્નન્ટ થઈ
કલ્કી ઉપરાંત કોંકણા સેન શર્મા, અર્જુન રામપાલની પ્રેમિકા ગેબ્રિએલા, નીના ગુપ્તા, લીઝા હેડન, એમી જેક્સન તથા બ્રુના અબ્દુલ્લાહે પણ લગ્ન પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...