સિક્રેટ વેડિંગ:કાજોલની બહેન તનીષા મુખર્જીએ ચોરી છુપીથી લગ્ન કરી લીધા? તસવીરને કારણે હંગામો થયો

મુંબઈ18 દિવસ પહેલા
  • તનીષા મુખર્જીએ સો.મીડિયામાં શૅર કરેલી તસવીરોથી લગ્નની ચર્ચા થવા લાગી

કાજોલની બહેન તનીષા મુખર્જી એક્ટિંગને બદલે સોશિયલ મીડિયાને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તનીષાએ નવા વર્ષ પર કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો વાઇરલ થતાં જ હંગામો થયો છે. આ તસવીરો જોઈને યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે તનીષાએ લગ્ન કરી લીધા?

આખરે શું છે તસવીરમાં?
તનીષાએ સો.મીડિયામાં જે તસવીરો શૅર કરી છે, તેમાંથી એક તસવીરમાં તનીષા પગમાં વીંછિયા (ટો રિંગ) સાથે જોવા મળે છે. સામાન્ય રીતે મહિલાઓ લગ્ન બાદ જ આ પહેરતી હોય છે. આથી જ તનીષાને ટો રિંગમાં જોતા જ યુઝર્સ માનવા લાગ્યા કે તનીષાએ સિક્રેટ વેડિંગ કર્યા છે.

લૉકડાઉનમાં નવી સ્કિલ શીખી
તનીષાએ ફોટો શૅર કરીને કહ્યું હતું, 'મારા પગની આંગળીઓ પરની રેત તથા મારી આત્મા દરિયામાં. હું જે ક્ષણને જીવી રહી છું તેની પ્રશંસા કરું છું. મેં ક્રોશિયા ટોપ પહેરીને નવા વર્ષની શરૂઆત કરી છે. આ ટોપ મેં જાતે બનાવ્યું છે. લૉકડાઉનમાં એક નવી વાત શીખી અને સીમિત જીવનની આ બેચેનીને આ સુંદર રચનાત્મક ઉર્જામાં બદલી.'

યુઝર્સે લગ્ન અંગે સવાલ કર્યો
તનીષાની સ્કિલના વખાણ થઈ રહ્યા છે. તો કેટલાંક યુઝર્સ તનીષાને લગ્ન અંગે સવાલ પૂછી રહ્યા છે. એક યુઝરે કહ્યું હતું, 'તું પરિણીત છો?' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'મને લાગે છે કે આ તારી માતાના પગ છે.' બીજા યુવકે કમેન્ટ કરી હતી, 'તારા લગ્ન થઈ ગયા છે? તે વીછિંયા કેમ પહેર્યા છે?'

છ મહિના પહેલાં કહ્યું હતું, લગ્ન જરૂરી નથી
43 વર્ષીય તનીષાએ છ મહિના પહેલાં કહ્યું હતું, 'મારે કોઈ બાળક નથી અને આ બધી વાતો મારા મનમાં ચાલતી હતી. મને માર્ગદર્શન મળ્યું અને 39 વર્ષની ઉંમરમાં મેં મારા એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. મને જ્યારે બાળકના પિતા તરીકે યોગ્ય વ્યક્તિ મળી જશે ત્યારે જ હું બાળકને જન્મ આપીશ.'

2003માં 'Sssshh..'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
તનીષાએ 2003માં 'Sssshh..'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'નીલ એન્ડ નિક્કી', 'સરકાર', 'ટેંગો ચાર્લી' તથા 'વન ટૂ થ્રી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. 2013માં તનીષાએ 'બિગ બોસ'ની સાતમી સિઝનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી હતી. તનીષાનું નામ અરમાન કોહલી, ઉદય ચોપરા, ઉપેન પટેલ સાથે જોડાઈ ચૂક્યું છે.