વાઇરલ વીડિયો:કાજોલ સનગ્લાસ પહેરીને લથડિયાં ખાતી જોવા મળી, યુઝર્સે કહ્યું- 'ચશ્મા ના પહેર્યા હોત તો હાથ પકડીને ચાલવું ના પડત'

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે હાલમાં જ નાના દીકરા યુગ માટે બર્થડે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં યુગને બદલે કાજોલની ચર્ચા વધુ થઈ રહી છે. પાર્ટીમાંથી પરત ફરતી વખતે કાજોલે ડાર્ક સનગ્લાસ પહેર્યા હતા. રાત્રે સનગ્લાસ પહેરતા સો.મીડિયા યુઝર્સે કાજોલની મજાક ઉડાવી હતી. રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા સમયે અનેકવાર કાજોલ લથડિયા ખાતી જોવા મળી હતી. સો.મીડિયામાં કાજોલનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે.

દીકરાનો હાથ પકડીને ચાલી
કાજોલ તથા અજયનો દીકરો યુગ 12 વર્ષનો થઈ ગયો છે. કાજોલે દીકરાની પાર્ટી મુંબઈની જાણીતી રેસ્ટોરાંમાં આપી હતી. કાજોલ બ્લેક ફ્લોરલ ટોપ તથા બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી હતી. પાર્ટીમાંથી પરત ફરતી વખતે કાજોલે સનગ્લાસ પહેરીને રાખ્યા હતા. આ બાબતની અનેકને નવાઈ લાગી હતી. અંધારામાં સનગ્લાસ પહેરીને જતી કાજોલ અનેકવાર લથડિયા ખાતી જોવા મળી હતી. કાજોલે પડી ના જવાય તે માટે દીકરાનો હાથ પકડી રાખ્યો હતો.

ફેશન સેન્સ ને ચાલવાની સ્ટાઇલની મજાક ઉડી
કાજોલનો વીડિયો વાઇરલ થતાં જ એક્ટ્રેસની ખરાબ ફેશન સેન્સની મજાક ઉડી હતી. એકે કહ્યું હતું કે કાળા ચશ્મા ના પહેર્યા હોત તો હાથ પકડીને ચાલવું પડ્યું ના હોત. અન્ય એકે કહ્યું હતું કે સારું છે હાથ પકડ્યો, નહીંતર મેડમ પડી જ જાત. ત્રીજાએ વળી એવું કહ્યું હતું કે કાજોલમેમને કોઈ રસ્તો બતાવો, તે ચાલે પણ કેવી રીતે છે. બીજા એકે કમેન્ટ કરી હતી કે તે ડરી ડરીને કેમ ચાલે છે.

અપકમિંગ પ્રોજેક્ટ
કાજોલ 'ધ ગુડ વાઇફ- પ્યાર, કાનૂન, ધોકા'માં જોવા મળશે. આ વેબ સિરીઝનું ફર્સ્ટ પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સિરીઝ CBSના શો 'ધ ગુડ વાઇફ'ની રિમેક છે. આ સિરીઝને સુપર્ણ વર્મા ડિરેક્ટ કરે છે. આ ઉપરાંત રેવતી તથા કાજોલ ફિલ્મ 'ધ લાસ્ટ હુર્રાહ'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ રિયલ સ્ટોરી તથા રિયલ કેરેક્ટર પર આધારિત છે. કાજોલ 2020માં બોલિવૂડ ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગન તથા સૈફ અલી ખાન હતા. 2021માં કાજોલની ફિલ્મ 'ત્રિભંગા' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.