બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કાજોલ એરપોર્ટ પર ઘણી જ ઝડપથી ચાલતી હતી. તેની ચાલ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરી હતી.
સો.મીડિયામાં વીડિયો વાઇરલ
કાજોલ એરપોર્ટથી પોતાની કાર સુધી એકદમ ભાગતી જોવા મળી હતી. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. કાજોલ કંઈક ઉતાવળમાં હોય તેમ લાગતું હતું. કાજોલને આ રીતે જોઈને યુઝર્સે તેને રાજધાની એક્સપ્રેસ કહી હતી. કેટલાંક યુઝર્સે એમ પણ કમેન્ટ કરી હતી કે 'પ્રેશર વધી ગયું હશે', 'વોશરૂમ જવું હશે', 'મેકઅપ વગર નીકળી ગઈ હોવાથી ભાગી રહી છે', 'ઘર સાફ કરવાનું ટેન્શન હશે...'
વૉક ફાસ્ટ વૉક ફાસ્ટ કહ્યું
વીડિયોમાં કાજોલ માસ્ક સાથે જોવા મળે છે. કાર સુધી ચાલતા સમયે કાજોલ ફોટોગ્રાફર્સને દૂર રહેવાનું કહે છે. આટલું જ નહીં તે 'વૉક ફાસ્ટ, વૉક ફાસ્ટ..' એમ કહે છે. કારમાં બેઠાં બાદ કાજોલ ફોટોગ્રાફર્સને 'હેપ્પી ન્યૂ યર' પણ કહે છે.
જન્મદિવસ પર ટ્રોલ થઈ હતી
ગયા વર્ષે કાજોલ બર્થડે પર પણ ટ્રોલ થઈ હતી. કાજોલનો બર્થે 5 ઓગસ્ટના રોજ હતા. આ દિવસે કાજોલના ચાહકો કેક લઈને તેના ઘરે આવ્યા હતા. કાજોલ કેક કાપીને તરત જ ઘરની અંદર જતી રહી હતી. તેણે ચાહકો સાથે કેક ખાધી પણ નહોતી અને ચાહકોને પણ કેક ખવડાવી નહોતી. આ જોઈને સો.મીડિયા યુઝર્સે નારાજ થયા હતા અને તેને અભિમાની હોવાનું કહ્યું હતું.
1999માં અજય સાથે લગ્ન કર્યાં
ઉલ્લેખનીય છે કે કાજોલે 1999માં બોલિવૂડ એક્ટર અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. કાજોલે 2003માં દીકરી ન્યાસા તથા 2010માં દીકરા યુગને જન્મ આપ્યો હતો. કાજોલ તથા અજયે 'ઇશ્ક', 'ગુંડારાજ', 'પ્યાર તો હોના હી થા', 'યુ મી ઓર હમ' જેવી કેટલીક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. બંને છેલ્લે 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.