કાજોલે દીકરી સાથે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા:ન્યાસા હાથમાં પૂજાની થાળી ને માથા પર તિલક સાથે જોવા મળી

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ દીકરી ન્યાસા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે 8 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દર્શને આવી હતી. કાજોલ ફ્લોરલ કુર્તા-પાયજામામાં ઘણી જ સુંદર લાગતી હતી. ન્યાસા સિમ્પલ વ્હાઇટ કુર્તા પાયજામામાં હતી. મા-દીકરી બંનેએ બાપ્પાના દર્શન કર્યા હતા. સો.મીડિયામાં કાજોલ-ન્યાસાની તસવીરો વાઇરલ થઈ છે. ન્યાસાએ માથામાં તિલક કર્યું હતું અને તેના હાથમાં પ્રસાદની થાળી હતી.

હાલમાં જ ન્યાસાએ દુબઈમાં નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. તેની સાથે ઓરહાન, સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી-તાન્યા શ્રોફ તથા અન્ય મિત્રો હતા. ન્યાસાએ સો.મીડિયામાં ન્યૂ યર પાર્ટીની તસવીરો શૅર કરી નહોતી, પરંતુ બેસ્ટ ફ્રેન્ડ ઓરહાને ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો શૅર કરી છે. તસવીરોમાં ઓરહાન, અહાન શેટ્ટી, ન્યાસા દેવગન જોવા મળે છે. તમામ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

કાજોલે પોતાની માતા તનુજા તથા બહેન તનિષા સાથે ન્યૂ યર સેલિબ્રેશન કર્યું હતું. કાજોલની સાથે બોબી દેઓલ પણ હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે 'સલામ વેંકી'માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...