તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીમૂન પર કાજલ:માલદીવ્સમાં અન્ડરવોટર રૂમમાં પતિ ગૌતમ સાથે રોમેન્ટિક અંદાજમાં દેખાઈ કાજલ અગ્રવાલ, વાઇરલ થયા ફોટોઝ

5 મહિનો પહેલા

બોલિવૂડ અને સાઉથની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હાલ માલદીવ્સમાં હનીમૂન મનાવી રહી છે. કાજલ માલદીવ્સ વેકેશનના ઘણા ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે જેને વાઇરલ થવામાં વાર નથી લાગી રહી.

હાલમાં જ કાજલે સોશિયલ મીડિયા પર અન્ડરવોટર હનીમૂન રૂમના અમુક ફોટોઝ શેર કર્યા છે જે ખૂબ સરસ છે. કાજલે બ્લૂ મેટાલિક ડ્રેસ પહેર્યો છે. ફોટોમાં તે પતિ ગૌતમ કિચલુ સાથે રોમેન્ટિક પોઝ આપી રહી છે.

હનીમૂન પર ગૌતમ કાજલના ફોટોગ્રાફર બની ગયા છે. તેણે દરિયા કિનારે કાજલને એકથી એક ચડિયાતા ફોટો ક્લિક કર્યા છે.

ક્યારેક દરિયા કિનારે હાથ પકડતા તો કોઈવાર વીલામાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા બંનેનું શાનદાર બોન્ડિંગ દેખાયું.

30 ઓક્ટોબરે લગ્ન થયા હતા
કાજલ અને ગૌતમે 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં પંજાબી અને કાશ્મીરી રીતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં. લગ્નના બધા ફંક્શન તાજ હોટલમાં થયા હતા. કાજલ લગ્નના દિવસથી જ સોશિયલ મીડિયા પર વેડિંગ અને બાકીની વિધિના ફોટો શેર કરી રહી છે. થોડા દિવસ પહેલાં તેણે પહેલું કરવાચોથ મનાવ્યું હતું તેના પણ ફોટોઝ કાજલે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

લોકડાઉનમાં પ્રેમનું મહત્ત્વ સમજાયું
કાજલે વોગ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'ગૌતમ અને મેં ત્રણ વર્ષ ડેટિંગ કર્યું હતું અને પછી અમે સાત વર્ષ મિત્ર રહ્યા હતા. અમે મિત્ર તરીકે દરેક વખતે સાથે રહ્યા છીએ. અમે બંને એકબીજાના જીવનમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવીએ છીએ.'

વધુમાં કાજોલે કહ્યું હતું, 'અમે હંમેશાં સાથે રહેતા. પછી તે સોશિયલ પાર્ટી હોયે કે પ્રોફેશન કામ. જ્યારે અમે લૉકડાઉનમાં થોડો સમય એકબીજાને ના મળ્યા તો અમને લાગ્યું કે અમે એકબીજાને મળ્યા વગર રહી શકીશું નહીં. અમે કરિયાણાની દુકાને માસ્ક પહેરીને એકબીજાને મળતા હતા. ત્યારે અમને એ વાતનો અહેસાસ થયો કે અમારે સાથે રહેવું જોઈએ.'

કોણ છે ગૌતમ કિચલુ?
રિપોર્ટ પ્રમાણે, ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો