મધર્સ ડે સ્પેશિયલ:કાજલ અગ્રવાલે મધર્સ ડે પર નવજાત દીકરા માટે ઈમોશનલ લેટર લખ્યો, કહ્યું તું મારું સર્વસ્વ છે

9 દિવસ પહેલા

આ મધર્સ ડે એક્ટ્રેસ કાજલ અગ્રવાલ માટે ઘણો ખાસ છે કેમ કે તે પહેલી વખત માતા હોવાનો અનુભવ કરી રહી છે. એપ્રિલ 2022માં પતિ ગૌતમ કિચલુની સાથે પુત્ર નીલનું સ્વાગત કરનારી અભિનેત્રીએ મધર્સ ડે પર પોતાના દીકરા માટે ઈન્સ્ટાગ્રામ પર એક લેટર લખ્યો. સિંઘમ અભિનેત્રીએ વ્યક્ત કર્યું કે નાનું બાળક તેના માટે કેટલું મૂલ્યવાન છે, અને કહ્યું કે માતૃત્વએ તેને ખરેખર ઘણું બધું શીખવ્યું છે.

કાજલે પોતાની પોસ્ટમાં લખ્યું, “હું ઇચ્છું છું કે તું જાણો કે તું મારા માટે કેટલો મૂલ્યવાન છે અને હંમેશા રહીશ. જે ક્ષણે મેં તને ગળે લગાડ્યો હતો, તારો નાનો હાથ મારા હાથમાં લીધો, તારો ગરમ શ્વાસ અનુભવ્યો અને તારી સુંદર આંખો જોઈ, તને જોઈને તારા પ્રેમમાં પડી ગઈ. તુ મારું પહેલું સંતાન છે. મારો પહેલો દીકરો. વાસ્તવમાં મારું બધું. આવનારા વર્ષોમાં, હું તને શીખવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ, પરંતુ તે મને પહેલેથી જ ઘણું બધું શીખવ્યું છે. તે મને શીખવ્યું છે કે માતા બનવું શું છે. તે મને નિસ્વાર્થ બનવાનું શીખવ્યું છે. શુદ્ધ પ્રેમ. તે મને શીખવ્યું કે મારા શરીરની બહાર મારા હૃદયનો એક ટૂકડો હોવો સંભવ છે.

“તેણે વધુમાં લખ્યું, આ બધાની સાથે હું પહેલી વખત અનુભવ કરી રહી છું. ભગવાને તને પસંદ કર્યો, મારા નાના રાજકુમાર. હું પ્રાર્થના કરું છું કે તું મજબૂત અને મધુર બને અને તારી પાસે બીજા લોકો માટે લાગણી હોય. હું પ્રાર્થના કરું છું કે તું આ દુનિયાને તારા ઉજ્જ્વલ અને પ્રેમાળ વ્યક્તિત્ત્વથી નિસ્તેજ નહીં થવા દે. હું પ્રાર્થના કરું છું કે તું સાહસી અને દયાળુ અને ઉદાર અને ધૈર્યવાન બને. મેં પહેલાથી તારામાં ઘણું બધું જોયું છે, તને મારો કહીને ગર્વ થાય છે. તુ મારો સૂર્ય, મારો ચંદ્ર, મારા બધા સ્ટાર્સ છે.

કાજલે બેબી બમ્પ સાથેની તસવીર શૅર કરી હતી
કાજલે પણ નવા વર્ષે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કાજલનો બેબી બમ્પ સ્પષ્ટ જોઈ શકાય છે. કાજલે કહ્યું હતું, 'મેં જૂના અંત માટે આંખો બંધ કરી લીધી છે અને નવી શરૂઆત માટે આંખો ખોલી છે. હેપ્પી ન્યૂ યર. હું 2021 માટે ઘણી જ આભારી છું અને આશા, વિનમ્રતા તથા પ્રેમ સાથે 2022માં આગળ વધી રહી છું.'

2020માં લગ્ન કર્યા હતા
કાજલ તથા ગૌતમે ઓક્ટોબર 2020માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે લગ્નમાં નિકટના સંબંધીઓ તથા મિત્રો સામેલ થયા હતા. નોંધનીય છે કે ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.