યાદોમાં બપ્પીદા:કૈલાશે ખેરે બપ્પી લાહિરીના અંતિમ દિવસોની સ્થિતિ વિશે કહ્યું કે, એક-બે મહિનાથી તેઓ બોલી પણ નહોતા શકતા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપ્પી લાહિરી કૈલાશના સાસરી પક્ષના છે

બોલિવૂડના દિગ્ગજ સિંગર, કમ્પોઝર બપ્પી લાહિરીનું 69 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમના નિધનથી તેમના ફેન્સ, સિંગર્સ, બોલિવૂડ સેલેબ્સ બધા આઘાતમાં છે. આ દરમિયાન કૈલાશ ખેરે એક ઈન્ટરવ્યુમાં તેમના છેલ્લા દિવસો અંગે ખુલાસો કર્યો અને જણાવ્યું કે 6-7 મહિનાથી તેમની તબિયત સારી નહોતી. સાથે તેણે એ પણ જણાવ્યું કે, મોટાભગાનો સમય તેમનો હોસ્પિટલમાં પસાર થતો હતો.

બપ્પી લાહિરી કૈલાશના સાસરી પક્ષના છે
કૈલાશે બપ્પી લાહિરી અંગે વાત કરતા જણાવ્યું કે, મેં બપ્પીદા માટે ઘણા ગીતો ગાયા છે. અમે ઘણી બધી વખત મળતા. જો કે, અમારો ગાવા કરતાં વધુ એક સંબંધ હતો. તે હતો તેઓ મારા સાસરી પક્ષના હતા. હકીકતમાં જુહુમાં તેમના બંગલાની બાજુમાં બીજું ઘર મારી પત્નીનું પિયર હતું. જેના કારણે તેઓ મને વધુ પ્રેમ કરતા હતા. જ્યારે મારી તેમની સાથે મુલાકાત થઈ તો તેઓ કહેતા હતા કે તમે અમારા જમાઈ છો. તેમનો સ્વભાવ એકદમ ફ્રેન્ડલી હતો.

એક-બે મહિનાથી બોલી પણ નહોતા શકતા બપ્પી લાહિરી
કૈલાશે આગળ જણાવ્યું કે, તેઓ એક બે મહિનાથી બોલી પણ નહોતા શકતા. 6-7 મહિનાથી તો તેમની તબિયત પણ સારી નહોતી. આ તો સારું થયું કે પરમાત્માએ તેમને ઓછું દુઃખ આપ્યું. નહીં તો મલ્ટી ઓર્ગન ફેલ્યોર થાય છે તો વ્યક્તિ બોલી પણ નથી શકતો. મોટાભાગનો સમય તેનો હોસ્પિટલમાં પસાર થયા છે.

બપ્પીએ કૈલાશને કહ્યું હતું કે તારા પર મહાદેવની કૃપા છે
બપ્પી લાહિરીની સાથે પોતાની મુલાકાતને યાદ કરતા કૈલાશે કહ્યું કે, જ્યારે 'અલ્લાહ કે બંદે' હિટ ગયું તો, તેના પછી બપ્પીદા માટે મેં ઘણા ગીતો ગાયા હતા. ઘણી ગીતો અમે સાથે કમ્પોઝ પણ કર્યા હતા. પહેલી મુલાકાતમાં તેમણે મને એક વાત કરી હતી, તે એ હતી કે તું બ્લેસ્ડ સિંગર છે. ગાયક તો ઘણા હોય છે, જે શીખીને આવે છે, પરંતુ તારા પર મહાદેવની કૃપા છે. તે સમયે તો મેં માત્ર તેમનું નામ સાંભળ્યું હતું. પરંતુ તેમને મળીને તેમણે મને એટલો પ્રેમ આપ્યો, જે હું વ્યક્ત પણ નથી કરી શકતો.

અન્ય સમાચારો પણ છે...