તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કબીર બેદીની ઓટોબાયોગ્રાફી:પ્રિયંકા ચોપરા ‘સ્ટોરીઝ આઇ મસ્ટ ટેલ: ઇમોશનલ લાઇફ ઓફ એન એક્ટર’ બુક લોન્ચ કરશે, કબીરે લખ્યું- હું ઘણો ખુશ છું

2 મહિનો પહેલા
  • પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાની ઓટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’થી એક લેખક તરીકે ડેબ્યુ કર્યું છે

થોડા દિવસ પહેલાં કબીર બેદીની ઓટોબાયોગ્રાફીને સલમાન ખાને લોન્ચ કરી હતી, હવે પ્રિયંકા ચોપરા લોન્ચિંગ કરશે. 19 એપ્રિલની સાથે બંને એક્ટર્સ વર્ચ્યુઅલી સાથે આવશે. રસપ્રદ વાત એ છે કે બંનેની ઓટોબાયોગ્રાફી એક જ સમયે લોન્ચ થઇ રહી છે. કબીરની બુક લોન્ચ માટે પ્રિયંકા લંડનથી જોડાશે, તેનું પ્રીમિયર એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ અને કબીરના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર 19 એપ્રિલે સાંજે 6.30 વાગ્યે થશે.

સોશિયલ મીડિયા પર લાઇવ જોઈ શકશો
કબીર પોતાની મિત્ર પ્રિયંકા સાથે બુક લોન્ચ કરવા બાબતે ઘણો ખુશ છે. તેણે આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. કબીરે લખ્યું, હું ઘણો ખુશ છું. ઓફિશિયલી પ્રિયંકા મારી બુક ‘સ્ટોરીઝ આઇ મસ્ટ ટેલ: ધ ઈમોશનલ લાઈફ ઓફ ધ એક્ટર’ લોન્ચ કરવાની છે. આ ઇવેન્ટ 19 એપ્રિલે સાંજે યોજાશે. તેને તમે બધા સોશિયલ મીડિયા હેન્ડલ પર જોઈ શકશો.

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાની ઓટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’થી એક લેખક તરીકે ડેબ્યુ કર્યું છે.

રીલ અને રિયલ લાઈફનો અનુભવ
‘સ્ટોરીઝ આઇ મસ્ટ ટેલ: ધ ઈમોશનલ લાઈફ ઓફ ધ એક્ટર’માં કબીર બેદીએ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના ઉતાર-ચડાવ વિશે લખ્યું છે, સાથે લગ્ન અને છૂટાછેડા સહિત તેમના તૂટેલા રિલેશન, ભયાનક ઝટકા અને ભારત, યુરોપ તથા હોલિવૂડમાં પોતાના સારા દિવસોનો ઉલ્લેખ કર્યો છે. એક વ્યક્તિના રૂપે એના બનવા, તૂટવા અને ફરીથી બનવાની સ્ટોરી છે. કબીરની બુક 19 એપ્રિલ 2021ના રોજ ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન બુક સ્ટોર્સમાં પબ્લિશ કરવામાં આવશે.