તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ:લગ્નના દોઢ મહિના બાદ જ દિયા મિર્ઝા પ્રેગ્નન્ટ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી

મુંબઈ21 દિવસ પહેલા
  • દિયાએ લૉકડાઉન દરમિયાન વૈભવ રેખીની સાથે જ રહી હતી

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા માતા બનવાની છે. દિયા મિર્ઝાએ સો.મીડિયામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી હતી. દિયાએ 15 ફેબ્રુઆરીના રોજ બિઝનેસમેન વૈભવી રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. હાલમાં જ દિયા માલદિવ્સમાં હનિમૂન મનાવીને પરત ફરી છે. માલદિવ્સમાં દિયા સાવકી દીકરી સાથે જોવા મળી હતી.

દિયાએ ઈમોશનલ મેસેજ લખ્યો

દિયા મિર્ઝાની સો.મીડિયા પોસ્ટ
દિયા મિર્ઝાની સો.મીડિયા પોસ્ટ

દિયાએ સનસેટ બતાવતી તસવીર શૅર કરી છે. સનસેટને જોતી દિયાએ બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ દિયાએ ભાવુક મેસેજ શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું, 'ધરતીની જેમ માતા બનવાના આશીર્વાદ મળ્યા. એક જીવનની સાથે જે તમામ બાબતો તથા દરેક વસ્તુની શરૂઆત છે. હાલરડાં, ગીત, નવા છોડ તથા આશાના ફૂલ ખિલવાની. મારા ગર્ભમાં તમામ સપનાઓથી શુદ્ધ સપનાના પારણા કરવાના આશીર્વાદ મળ્યા.'

સો.મીડિયામાં દિયાની પ્રેગ્નન્સી અંગે તર્ક વિતર્ક

દિયા મિર્ઝાની પોસ્ટમાં યુઝર્સે કરેલી કમેન્ટ્સ
દિયા મિર્ઝાની પોસ્ટમાં યુઝર્સે કરેલી કમેન્ટ્સ

ઉલ્લેખનીય છે કે મહિલાને પ્રેગ્નન્સીના ત્રણ મહિના થાય પછી જ સામાન્ય રીતે બેબી બમ્પ દેખાતો હોય છે. દિયા મિર્ઝાને લગ્નને માત્ર દોઢ મહિનો થયો છે અને તેનો બેબી બમ્પ દેખાય છે. સો.મીડિયા યુઝર્સે આશંકા વ્યક્ત કરી હતી કે દિયા મિર્ઝા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ હતી. દિયા મિર્ઝાની સો.મીડિયા પોસ્ટમાં યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી છે, એક યુઝરે કહ્યું હતું, 'દિયા મિર્ઝાના લગ્ન ફેબ્રુઆરીમાં થયા અને એપ્રિલમાં પ્રેગ્નન્ટ થઈ ગઈ. સમય ઘણો બદલાઈ ગયો છે.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'હવે અમને ખબર પડી કે તે શા માટે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. પ્રેગ્નન્સી માટે ગુડ લક.' અન્ય એકે કહ્યું હતું, 'દિયા મિર્ઝાની ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ પ્રેગ્નન્સી. ફેબ્રુઆરીમાં લગ્ન અને અત્યારથી પેટ દેખાવા લાગ્યું. શું આ લોકોએ પ્રેગ્નન્સીની જાહેરાત માટે લગ્ન કર્યાં હતાં?'

લૉકડાઉનમાં નિકટતા વધી
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે, વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. વાસ્તવમાં દિયા, વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.

દિયાએ 2019માં ડિવોર્સ લીધા હતા
દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા. તો દિયાના બીજા પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા. બંનેની દીકરીનું નામ સમાયરા છે.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો