હાલમાં જ 'જુરાસિક પાર્ક'ના એક્ટર સેમ નીલે ચાહકોને કહ્યું હતું કે તેને થર્ડ સ્ટેજનું કેન્સર છે. પોતાના જીવન પર લખાયેલા મેમૉયરમાં સેમે કહ્યું હતું કે માર્ચ 2022માં 'જુરાસિક પાર્ક ડોમિનિયન'ના શૂટિંગ દરમિયાન મને ખબર પડી કે તેને એન્ઝિયોઇમ્મયુનોબ્લાસ્ટિક ટી-શેલ લિફોમા છે.
ખુશ છું કે હજી સુધી જીવતો છું: સેમ
સેમ નીલે ફિલ્મ 'જુરાસિક પાર્ક ડોમિનિયન'માં ડૉક્ટર એલન ગ્રાન્ટનો રોલ પ્લે કર્યો હતો. સેમે પોતાના મેમૉયરની શરૂઆતમાં કહ્યું છે, 'શું મેં તમને ક્યારેય આ અંગે વાત કરી છે? તો વાત એ છે કે હું ઘણી જ મુશ્કેલીમાં છું અને કદાચ મરી રહ્યો છું. મને આશા છે કે હું આને (મેમૉયર)ને જલ્દીથી પૂરું કરી લઈશ.'
સેમ નીલે ગયા વર્ષની કેન્સરની સારવારને યાદ કરીને કહ્યું હતું, 'હું એમ તો નથી કહેતો કે ગયું વર્ષ મારા જીવનનું સૌથી ખરાબ હતું, પરંતુ તે દિવસોને કારણે આજના દરેક દિવસ માટે નસીબદાર હોવાનું અનુભવી રહ્યો છું.
મેમૉયરે મને નવું જીવન આપ્યું
'ધ ગાર્ડિયન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં સેમે કહ્યું હતું કે તેણે કેન્સરની સારવાર વચ્ચે પોતાને બિઝી રાખવા માટે મેમૉયર લખવાની શરૂઆત કરી હતી.
વધુમાં એક્ટરે કહ્યું હતું, 'મને બુક લખવાની સહેજ પણ ઈચ્છા નહોતી, પરંતુ જ્યારે મેં બુક લખવાનું શરૂ કર્યું તો મને જીવવા માટે નવું કારણ મળી ગયું. હું મારા જીવનના વધુમાં વધુ અનુભવો શૅર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પુસ્તક લખવાની પ્રોસેસે મારા માટે લાઇફસેવરનું કામ કર્યું છે. હું આના વગર આ પરિસ્થિતિનો સામનો કરી શકત નહીં.'
સેમ નીલ હાલ કીમોથેરપી પર છે
સેમ નીલ હાલમાં કીમોથેરપી લઈ રહ્યો છે, પરંતુ તેનાથી વધુ ફાયદો થયો નહોતો. હવે એક્ટર બીજી દવા લઈ રહ્યો છે અને આ દવા તેણે આજીવન લેવાની થશે. આનાથી સેમને રાહત છે.
સેમે પોતાની એક્ટિંગ કરિયર 1979માં કરી હતી. પાંચ દાયકાની કરિયરમાં તેણે 'ધ પિયાનો', 'જુરાસિક પાર્ક', 'પીકી બ્લેન્ડર્સ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.