25 માર્ચે રિલીઝ થયેલી એસ એસ રાજમૌલિની ફિલ્મ 'RRR'એ વર્લ્ડવાઇડ 1000થી વધુ કમાણી કરી છે. ભારતની ત્રીજી ફિલ્મ એક હજાર કરોડ ક્લબમાં એન્ટર થઈ છે. કમાણીમાં પ્રથમ નંબરે આમિર ખાનની 'દંગલ' તથા બીજા સ્થાને 'બાહુબલી 2' છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ફિલ્મે રિલીઝના 16મા દિવસે એક હજાર કરોડ ક્લબમાં એન્ટ્રી મારી છે. ફિલ્મે પહેલા વીકમાં 709.36 કરોડની કમાણી કરી હતી. બીજા વીકમાં 259.88 કરોડની કમાણી કરી હતી. ત્રીજા વીકમાં ફિલ્મની કમાણી એક હજાર કરોડથી વધુની થઈ છે.
નોંધનીય છે કે આ પહેલાં આમિર ખાનની ફિલ્મ 'દંગલ'એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર 2024 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ પ્રભાસની 'બાહુબલી 2'એ 1810 કરોડ કમાયા હતા.
'RRR'ના હિંદી વર્ઝનનું ડે વાઇઝ કલેક્શન
દિવસ | કમાણી (કરોડમાં) |
1 | 20.07 |
2 | 24 |
3 | 31.50 |
4 | 17 |
5 | 15.02 |
6 | 13 |
7 | 12 |
8 | 13.50 |
9 | 18 |
10 | 20.50 |
11 | 7 |
12 | 6.50 |
13 | 5.50 |
14 | 5 |
15 | 5 |
550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગન, આલિયા ભટ્ટ, જુનિયર NTR, રામચરણ, ઓલીવિયા મોરિસ જેવા કલાકારો છે. આ ફિલ્મ આઝાદી પહેલાના સમયની વાત કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.