હાલમાં ઈન્ડસ્ટ્રીમાં અડધો ડઝન રિમેક ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં આમિર ખાનનો પુત્ર જુનૈદ અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર સાથે જોવાં મળશે. આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થયેલી તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ 'લવ ટુડે'ની રિમેક હશે. ચર્ચા છે કે 'સિક્રેટ સુપરસ્ટાર' અને 'લાલ સિંહ ચઢ્ઢા' જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર અદ્વૈત ચંદન આ ફિલ્મનું નિર્દેશન કરશે.
યંગ કપલના રોલમાં જોવા મળશે
ફિલ્મનું શૂટિંગ આ વર્ષના સેકન્ડ હાફમાં શરૂ થઈ શકે છે. નિર્માતાઓએ આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ માટે મુખ્ય કલાકારોને ફાઇનલ કરી દીધા છે. આ પહેલીવાર છે જ્યારે જુનૈદ અને ખુશી સાથે કામ કરશે. બંનેનાં નામની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે, બંનેએ આ ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મમાં બંને એક યંગ કપલના રોલમાં જોવા મળશે.
આ ફિલ્મ જુલાઈ સુધીમાં ફ્લોર પર જશે
ગત વર્ષે રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'લવ ટુડે'માં પ્રદીપ રંગનાથન અને ઇવાના મુખ્ય ભૂમિકામાં હતા. સ્પોર્ટિંગ સ્ટાર કાસ્ટમાં સત્યરાજ, યોગી બાબુ અને રાધિકા સરથકુમાર જેવા મોટા નામ સામેલ હતા. અને રિમેક માટે બાકીની સ્ટાર કાસ્ટ આવતા મહિને ફાઈનલ થઈ જશે. ડિરેક્ટર અદ્વૈત આ રિમેકને જુલાઈ સુધીમાં ફ્લોર પર લઈ જવાની યોજના બનાવી રહ્યા છે.
ડેબ્યુ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા છે
આ ફિલ્મ જુનૈદ અને ખુશી બંનેની બીજી ફિલ્મ હશે. બંને પોતાના ડેબ્યુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જ્યાં જુનૈદ યશરાજ બેનરની થ્રિલર-ડ્રામા 'મહારાજ'માં કામ કરી રહ્યાં છે. જ્યારે ખુશી ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યુ કરશે. જેમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદા પણ તેની સાથે હશે. ખુશીનો આ પહેલો પ્રોજેક્ટ હોવા છતાં તે OTT પર રિલીઝ થશે. આવી સ્થિતિમાં 'લવ ટુડે'ની રિમેક ખુશીની પ્રથમ થિયેટર ડેબ્યુ હશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.