ડબલ સેલિબ્રેશન:આર્યનના બર્થ ડે પર જુહી ચાવલા 500 છોડ વાવશે, અભિનેત્રી પણ આજે તેનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે

3 મહિનો પહેલા
  • જુહી ચાવલાએ આર્યનને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા આપી
  • આર્યનના નામે 500 છોડ વાવશે

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનો આજે 24મો જન્મદિવસ છે. એક તરફ આર્યન ખાન ડ્રગ કેસમાં ફસાયા બાદ મન્નતમાં કોઈ જશ્નનો માહોલ નથી, તો બીજી તરફ આર્યનને સોશિયલ મીડિયા પર ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી છે. શાહરૂખની નજીકની મિત્ર જુહી ચાવલાએ પણ આર્યનને બર્થ વિશ કરી છે, તેને આર્યનને શુભેચ્છા આપતા આ ખાસ દિવસે 500 છોડ વાવવાના શપથ લીધા છે

જુહી ચાવલાએ આર્યનના જન્મદિવસ પર ટ્વિટર પર લખ્યું છે, 'હેપ્પી બર્થ ડે આર્યન. આટલા વર્ષોમાં પણ અમારી દુઆઓ પહેલા જેવી જ છે. તુ હંમેશાં બ્લેસ્ડ, સુરક્ષિત અને ભગવાનની રાહ પર ચાલે. લવ યુ. તારા નામથી 500 છોડ લગાવવાની શપથ લીધી છે. જય, જુહી, જ્હાન્વી, અર્જુન અને બાકીના.'

પોતાની પોસ્ટની સાથે જુહીએ એક થ્રોબેક ફોટો શેર કર્યો છે જેમાં નાનો આર્યન, સુહાના, જ્હાન્વી અને અર્જુન જોવા મળી રહ્યો છે.

જુહી ચાવલાએ 1 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ આપીને આર્યન ખાનને જામીન અપાવ્યા હતા. જુહી, શાહરૂખ ખાનની નજીકની મિત્ર અને તેની બિઝનેસ પાર્ટનર પણ છે. આર્યન ખાનના જામીનને 28 ઓક્ટોબરના રોજ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ એવા સમાચાર વહેતા થયા હતા કે જુહીના ડોક્યુમેન્ટ પૂરા ન હોવાથી તેને વધુ એક રાત જેલમાં વિતાવવી પડશે. બાદમાં સમાચાર આવ્યા કે જુહી નહીં પરંતુ કોર્ટમાં થયેલા પાવર કટના કારણે ડોક્યુમેન્ટ તૈયાર થવામાં વિલંબ થયો હતો.

આજે એક્ટ્રેસ જુહી ચાવલા પણ પોતાનો 54મો જન્મદિવસ મનાવી રહી છે. જુહી, શાહરૂખની સાથે 'ડર', 'રાજૂ બન ગયા જેન્ટલમેન', 'યસ બોસ', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'ભૂતનાથ', 'ડુપ્લીકેટ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આર્યન ડ્રગ કેસ અપડેટ
શાહરૂખ ખાનનો દીકરો આર્યન શુક્રવારે NCB ઓફિસ પોતાની વીકલી હાજરી આપવામાં માટે પહોંચ્યો હતો. તે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા મળેલા જામીનની શરતોમાં સામેલ છે. ત્યારબાદ NCBની SITએ તેને પૂછપરછ માટે
બોલાવ્યો હતો. આર્યનની સાથે શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ પહોંચ્યા હતા. આ પૂછપરછ RAF કેમ્પ મેસમાં ચાલી રહી હતી. અહીં આર્યનને ક્રૂઝમાં પહોંચવા, ડ્રગ લેવા, ડ્રગનું સેવન કરવાના પ્લાન વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા.