તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ બેલ્સ:7 માર્ચે જે પી દત્તાની દીકરી નિધિ જયપુરમાં ફેરા ફરશે, વર્ષો પહેલાં તેનાં પેરેન્ટ્સે પણ અહીંયા જ લગ્ન કર્યાં હતાં

મુંબઈ7 દિવસ પહેલા
નિધિ પિતા જેપી દત્તા તથા મંગેતર બિનોય ગાંધી સાથે

ફિલ્મમેકર જે પી દત્તા તથા એક્ટ્રેસ બિંદિયા ગોસ્વામીની દીકરી નિધિ દત્તા લગ્ન કરવાની છે. રિપોર્ટ્સના મતે, 7 માર્ચના રોજ જયુપરમાં ડિરેક્ટર બિનોય ગાંધી સાથે નિધિ દત્તા લગ્ન કરવાની છે. 6 માર્ચે સંગીત સેરેમની થશે. ખાસ વાત એ છે કે નિધિ જયપુરમાં એ જ જગ્યાએ લગ્ન કરશે, જ્યાં તેના પેરેન્ટ્સ જેપી દત્તા તથા બિંદિયા ગોસ્વામીએ લગ્ન કર્યાં હતાં.

સગાઈ દરમિયાન નિધિ તથા બિનોય
સગાઈ દરમિયાન નિધિ તથા બિનોય

નિધિ માટે જયપુર બીજા ઘર જેવું
અંગ્રેજી વેબસાઈટમાં આવેલા સમાચાર પ્રમાણે, 'આ પોતાનામાં જ ઈતિહાસનું પુર્નરાવર્તન કરતો કેસ છે. જે પે દત્તાએ બિંદિયા ગોસ્વામીને જયપુરમાં પ્રપોઝ કર્યું હતું. જે લોકેશન તથા જે ઝાડ નીચે લગ્ન કર્યાં હતા, તેમની દીકરી નિધિ પણ બિનોય સાથે તે જ જગ્યા અને તે જ ઝાડ નીચે ફેરા ફરવાની છે. નિધિ જયપુરને પોતાનું બીજું ઘર માને છે. તે નાનપણથી માતા સાથે અહીંયા અવાર-નવાર આવતી હોય છે.'

નિધિને ડિસેમ્બરમાં લગ્ન કરવા હતા
નિધિ તથા બિનોયે ગયા વર્ષે 29 ઓગસ્ટે સગાઈ કરી હતી. તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. જોકે, તેમને લાગ્યું કે કોરોનાને કારણે લગ્નમાં વધુ મહેમાનોને બોલાવી શકાશે નહીં. આથી તેમણે લગ્ન ના કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પછી 7 માર્ચે લગ્ન કરવાનું ફાઈનલ કર્યું હતું. નિધિએ લગ્નની કંકોત્રીઓ વહેંચવાની શરૂઆત કરી દીધી છે.

બિનોય તથા નિધિ
બિનોય તથા નિધિ

ફિલ્મના સેટ પર પહેલી મુલાકાત થઈ હતી
નિધિ તથા બિનોયની પહેલી મુલાકાત એક ફિલ્મના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે નિધિ હતી. જોકે, આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. નિધિ તથા બિનોય એકબીજાની નિકટ આવી ગયા હતા. આ મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

બિનોયે 'ફના' જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું
બિનોયે 'ગાયબ', 'ફના' તથા 'તેરી મેરી કહાની' જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તો નિધિ પ્રોડ્યૂસર છે. તેણે 'પલટન' ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. 'ઉમરાવ જાન'માં નિધિએ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો