તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૉની લીવર તથા શાહરુખ ખાને ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જૉની લીવર એક્ટર શાહરુખને પોતાનો ફેવરિટ કો-સ્ટાર્સ માને છે. હાલમાં જ જૉનીએ એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ સાથેના બોન્ડિંગ અંગે વાત કરી હતી.
જ્યારે શાહરુખે સહાનુભૂતિ આપી હતી
જૉની લીવર જ્યારે 'બાદશાહ' ફિલ્મમાં કામ કરતો ત્યારે તેમના પિતાની તબિયત ખરાબ હતી. જૉનીએ ફિલ્મમાં એક કોમેડી સીનનું શૂટિંગ કરવાનું હતું. જ્યારે આ સીન ભજવવાનો હતો ત્યારે જૉનીના પિતાની સર્જરી ચાલતી હતી.
જૉનીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'હું તે સમયે કેટલીક અંગત મુશ્કેલીઓમાંથી પસાર થતો હતો અને મારે કોમેડી સીનનું શૂટિંગ કરવાનું હતું. મારા પિતાનું ઓપરેશન થવાનું હતું અને મારું ધ્યાન ત્યાં જ હતું. જોકે, આ જ સમયે મારે કોમેડી સીનનું શૂટિંગ કરવાનું હતું. મારા કામ પર અંગત સમસ્યાનો પ્રભાવ રહે તેમ નહોતો ઈચ્છતો. આથી જ મેં આ વાત કોઈને કહી નહોતી. જોકે, ખબર નહીં શાહરુખ ખાનને આ કેવી રીતે ખબર પડી અને તે મારા રૂમમાં આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે મેં તમારા પિતા વિશે સાંભળ્યું. જો તમારે કંઈ પણ વસ્તુની જરૂર પડે તો મને કહેજો. તેની આ વાત સાંભળીને મને ઘણી જ રાહત થઈ હતી.'
આ પહેલાં શાહરુખે જૉની અંગે કહ્યું હતું, 'તે ઘણો જ સારો વ્યક્તિ છે. ઘણાં ઓછા લોકોને ખબર છે કે તે જીવનમાં કેટલો ગંભીર રહે છે. જો તમે તેને માત્ર બહારથી જ ઓળખો છો તો તમને તેની સીરિયસ સાઈડ વિશે ક્યારેય ખબર પડશે નહીં. મને એક વાતની ખબર છે કે જોઈ કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં છે તો જૉની હંમેશાં તેની મદદ માટે આગળ આવશે.'
જૉનીએ એક બાજુ બહેનનું મોત, બીજી બાજું પર્ફોર્મન્સ આપ્યું
જૉનીએ આ જ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'એકવાર બહેનના મોતના દિવસે જ મારે એક શોમાં પર્ફોર્મ કરવું પડ્યું હતું. મને એમ હતું કે શો રાત્રે આઠ વાગે છે, પરંતુ શો બપોરના ચાર વાગે હતો. મારા મિત્રે મને પૂછ્યું કે શો કેન્સલ કરી દઈએ? તો મેં એમ કહ્યું હતું કે શો તો સાંજે છે પરંતુ તેણે મને કહ્યું કે શો ચાર વાગ્યાનો છે. ત્યારે મેં કહ્યું હતું કે અરે, ઘરમાં બધા રડી રહ્યા છે. મેં જલદી ટેક્સી પકડી અને કપડાં પણ તેમાં જ બદલ્યા હતા. તે સમયે મારી પાસે કાર નહોતી.'
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.