તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'સત્યમેવ જયતે 2':ખેડૂત આત્મહત્યા અને તેના આંદોલનના મુદ્દે બની રહી છે જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે 2', બનારસના ગંગા ઘાટ પર ફિલ્મનું મેઈન સોન્ગ શૂટ થયું

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

એક્ટર જ્હોન અબ્રાહમ હાલ યુપીમાં તેની ફિલ્મ 'સત્યમેવ જયતે 2'નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, આ ફિલ્મ મુખ્ય રૂપે ખેડૂત આત્મહત્યા અને તેમના આંદોલનને સમર્પિત છે. ભ્રષ્ટ નેતાઓ અને તેમના વિભિન્ન કૌભાંડ સાથે આ ફિલ્મની સ્ટોરી જોડાયેલી છે. તે મેઈન સ્ટોરીના સબ પ્લોટ છે. આ માટે ફિલ્મના મહત્ત્વના સિક્વન્સ બનારસમાં શૂટ કરવામાં આવ્યા છે.

સેટ પર હાજર યુનિટના એક સભ્યે જણાવ્યું, 'જ્હોન અબ્રાહમે ખાદી જેકેટવાળા ગેટઅપમાં ફિલ્મનું મેઈન સોન્ગ બનારસમાં શૂટ કર્યું છે. તે ફિલ્મમાં એક સોશિયલ એક્ટિવિસ્ટના રોલમાં છે, જે એક પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા છે. આમાં વિજય કુમાર અને રાજેન્દ્ર ગુપ્તા ખેડૂતના રોલમાં છે. જ્હોન અબ્રાહમ તેમને ન્યાય અપાવનારા યુવક છે. તેનામાં રાષ્ટ્રવાદની ભાવના પણ ભરી છે. ફિલ્મમાં તે ઘણા બધા ભ્રષ્ટ નેતાઓની પોલ ખોલે છે. સાથે જ તેમને એ વાતનું દુઃખ છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, તેમ છતાં અહીંયા મોટાભાગના ખેડૂતોની હાલત આટલી ખરાબ કેમ છે. જ્હોનનો રોલ ફિલ્મમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પહેલ કરે છે.

બનારસના ગંગા ઘાટ પર સોન્ગ સિકવન્સ શૂટ કર્યું
સૂત્રોએ જણાવ્યું કે બનારસના ગંગા ઘાટ પર તે પહેલની શરૂઆત કરનારા સોન્ગ સિકવન્સનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેની કોરિયોગ્રાફી આદિલ શેખે કરી છે. આ સોન્ગ સત્યાગ્રહ જેવું શરૂ થાય છે. તેમાં ખેડૂતો અને સામાન્ય પ્રજા પણ જ્હોનનો સાથ આપે છે. બનારસ પહેલાં લખનઉમાં પણ ફિલ્મનું શૂટિંગ થયું હતું. ત્યાં સ્ટેટ પોલિટિક્સ અને ભ્રષ્ટ નેતાઓને પાઠ ભણાવતા સીન શૂટ થયા છે.

બીજા ભાગમાં પણ જ્હોનનું એક્શન લેવલ ઘણું ઊંચું હશે
ફિલ્મના ડિરેક્ટર મિલાપ ઝવેરીને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મમાં જ્હોન અબ્રાહમના ટિપિકલ ફેન્સ માટે મારધાડ અને એક્શન નથી? આના પર તેમણે કહ્યું, 'આગળના પાર્ટની સરખામણીએ અહીંયા ત્રણ ગણું એક્શન છે. તેમાં તો જ્હોને માત્ર ટાયર ફાડ્યું અને સેલફોનને પોતાના હાથથી ચૂર-ચૂર કર્યો હતો. અહીંયા અંદાજો લગાવી શકો છો કે બીજા પાર્ટમાં પણ જ્હોનનું એક્શન લેવલ કેટલું ઊંચું હશે.'

જ્હોનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
જ્હોનના નજીકના લોકોએ તેના અપકમિંગ શેડ્યુઅલ વિશે પણ જણાવ્યું કે, 'જાન્યુઆરીમાં તે પહેલા 'પઠાન'નું શૂટિંગ કરશે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં મોહિત સુરીની 'એક વિલન 2'ને મુંબઈમાં પૂરી કરશે. એપ્રિલમાં ફરી 'પઠાન'ના આગામી શેડ્યુઅલ માટે અબુધાબી જશે. જ્હોન 'સત્યમેવ જયતે' અને 'એક વિલન' સિવાય 'સરફરોશ'ની સિક્વલ પણ કરવાનો હતો, પણ પછી તેણે ના પાડી દીધી. આવામાં ડિરેક્ટર જોન મેથ્યુ મત્થાન હવે આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવમાંથી કોઈને અપ્રોચ કરશે. તે વિકી કૌશલને પણ ઓન બોર્ડ લેવા તૈયાર છે. જોન મેથ્યુએ આનું કારણ કહ્યું કે મારો લીડ એક્ટર 26 વર્ષનો લાગવો જોઈએ. આ ત્રણેય નામ વજન ઘટાડે તો એવા જ લાગશે. ફિલ્મમાં આ કેરેક્ટર ખાલિસ્તાનીઓને પાઠ ભણાવતો દેખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો