તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:જ્હોન અબ્રાહમ ‘પેટા ઇન્ડિયાઝ પર્સન ઓફ ધ યર 2020’ બન્યો, પેટાએ કહ્યું, જો કોઈ પશુ જોખમમાં છે તો અમને વિશ્વાસ છે તે બચાવી લેશે

5 મહિનો પહેલા

પશુપ્રેમી અને કોઈ પણ પ્રકારના એનિમલ અબ્યુઝ વિરુદ્ધ બોલનારા જ્હોન અબ્રાહમને પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ (PETA)ઇન્ડિયાઝે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. PETAએ આ જાહેરાત પછી સ્ટેટમેન્ટમાં કહ્યું કે, દુનિયામાં ઘણા પક્ષીઓ પીડાય રહ્યાછે, તો ક્યાંક ક્રૂરતા સાથે ગલુડિયાને વેચવામાં આવી રહ્યા છે, જો કોઈ પશુ જોખમમાં છે તો અમે જ્હોન પર વિશ્વાસ કરી શકીએ છીએ કે તેઓ તેમને બચાવશે.

સતત અપીલ કરી રહ્યો છે
જ્હોનને લોકો બાઈકપ્રેમી કહે છે, પરંતુ તેના કરતાં પણ વધારે ધ્યાન તેનું પશુઓ તરફ હોય છે. હાલમાં જ તેણે રિટેલર્સને એક લેટર લખ્યો હતો જેમાં જીવતા પશુઓનો વેપાર રોકવાની અપીલ કરી હતી. તેમણે સર્કસમાં પશુઓના ઉપયોગ અને પક્ષીઓને પાંજરામાં રાખવા વિરુદ્ધ પણ અભિયાન ચલાવ્યું હતું.

પશુઓ માટે આવા છે જ્હોનના વિચાર
દિવાળીના અવસરે જ્હોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. તેમાં તે બે 2 શ્વાન સાથે હતો. તેણે પોતાના ચાહકોને દિવાળીની શુભકામના પણ આપી હતી. થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જ્હોને કહ્યું કે, હું લોકોને મારી રીતે ટ્રીટ કરવાના પ્રયત્નો કરું છું. જ્યારે કોઈ બાળક શ્વાસને જોવે છે તો તે વિચારે છે કે આ બટકું ભરી લેશે. આ માનસિકતાને બદલવી પડશે કારણકે શ્વાનથી વફાદાર બીજું કોઈ નથી. હું શિકારની વિરુદ્ધ છું અને મને એ સમજાતું નથી કે લોકો પશુઓને પથ્થર કેમ મારે છે!

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો