જોન અબ્રાહમ અને તેની પત્નીને કોરોના થયો:અભિનેતા ત્રણ દિવસ પહેલા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો; બન્ને ઘરમાં જ ક્વોરન્ટીન

19 દિવસ પહેલા
જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા. ફાઈલ તસવીર.
  • જોન અને તેની પત્ની પ્રિયાને હળવા લક્ષણો છે

જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના સંક્રમિત થયાં છે. જોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આ જાણકારી આપી છે. તેણે જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં હું એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, તેના વિશે મને પાછળથી જાણ થઈ કે તે કોરોના પોઝિટિવ હતો. હવે પ્રિયા અને હું સંક્રમિત થઈ ગયાં છીએ. અમે બન્ને ઘરમાં ક્વોરન્ટીન છીએ. અમે બન્નેએ વેક્સિનના બન્ને ડોઝ લીધેલા છે. અમને હળવાં લક્ષણો છે. બધા પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો અને માસ્ક પહેરો.

ફિલ્મમેકર રાહુલ રવૈલ પણ કોરોના થયો
રવિવારે જાણીતા ફિલ્મમેકર રાહુલ રવૈલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાહુલ હાલ ક્વોરન્ટીન છે. 70 વર્ષિય રાહુલ તમામ તકેદારી રાખી રહ્યા છે.

ફિલ્મમેકર રાહુલ રવૈલ.
ફિલ્મમેકર રાહુલ રવૈલ.

તાજેતરમાં બોલિવૂડ સેલિબ્રિટી મૃણાલ ઠાકુર, નોરા ફતેહી અને શિલ્પા શિરોડકરે પોતાના સોશિયલ મીડિયા પેજ પર જણાવ્યું હતું કે તેઓ કોરોના સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...