વાતચીત:જીતેન્દ્રે કહ્યું, ‘બારિશ 2’ના સેટ પર ન્યૂ કમર જેવી ફીલિંગ આવતી હતી, હું તો એ ભૂલી ચૂક્યો હતો કે એક સમયે હું એક્ટર હતો

મુંબઈ3 વર્ષ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

‘બારિશ 2’ વેબ સીરિઝથી એક્ટર જીતેન્દ્રે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું છે. લાંબા સમય બાદ જીતેન્દ્રે કમબેક કર્યું છે અને ભાસ્કરે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે આ દરમિયાન દીકરી એકતા કપૂર સાથે જોડાયેલી પણ રસપ્રદ વાતો કરી હતી. 

જીતેન્દ્ર એકતાનો શો જોતા નહોતા
‘હું એકતાને ના પાડી શકતો નથી. જ્યારે તેણે કહ્યું હતું કે પાપા, તમારે આ શો કરવાનો છે તો મેં તરત જ હા પાડી દીધી. શરૂઆતમાં હું એકતાના દરેક શો જોતો હતો અને તેના દરેક કામના વખાણ કરતો હતો. આ વાત લગભગ 23-24 વર્ષ પહેલાની છે. એકતાએ હજી પોતાની કરિયર શરૂ કરી હતી. તે સમયે તેના કેટલાંક શો સારા બન્યા નહોતાં, તેમ છતાંય હું તેની પ્રશંસા કરતો. કોઈ પોતાની દીકરીના કામને કેવી રીતે વખોડી શકે? એકતાને આ વાત સમજાઈ ગઈ હતી. તે સમજી ગઈ હતી કે હું તેના કામને લઈને નિષ્પક્ષ જવાબ આપતો નથી. બસ મેં ત્યારથી જ તેના શો જોવાના બંધ કરી દીધા હતાં. મેં ‘બારિશ’ની પહેલી સિઝનના કેટલાંક એપિસોડ્સ જોયા હતાં અને મને તે પસંદ આવ્યા હતાં. આ જ કારણે મેં આ શોની બીજી સિઝનમાં કામ કર્યું.’

ન્યૂ કમર જેવી ફીલિંગ આવતી હતી
‘હું શોને લઈ ઘણો જ નર્વસ હતો. મને ડર હતો કે ચાહકોને એમ ના લાગે કે હું એક્ટિંગ ભૂલી તો નથી ગયો ને. વર્ષો બાદ કેમેરાનો સામનો કર્યો હતો. એમાંય લાંબા ડાયલોગ્સ હતાં. આ ઉંમરમાં લાઈન યાદ રાખવી મુશ્કેલ હતી. સાચું કહું તો હું તો એ પણ ભૂલી ચૂક્યો હતો કે હું ક્યારેય એક્ટર પણ હતો. ઈન્ડસ્ટ્રીમાં ન્યૂ કમર આવે છે, તેવી ફીલિંગ હતી. સેટ પર ગયો તો થોડો ચિંતિત હતો. જોકે, ટીમે મને ઘણું જ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. સાચું કહું તો આ બધું મેં માત્ર એકતા માટે જ કર્યું. આજકાલ હું કન્સ્ટ્રક્શન બિઝનેસમાં વધુ ધ્યાન આપું છું.’

હવે એ જોશ અને જુનૂન નથી
‘એક સમય હતો કે જ્યારે ફિલ્મ સિવાય મારા જીવનમાં કંઈ જ નહોતું. તે સમયે હું મારા પરિવારને પણ સમય આપી શક્યો નહોતો. મારા બાળકો એકતા તથા તુષાર ક્યારે મોટા થઈ ગયા, મને ખબર જ ના રહી. એક સમય હતો કે મારી ફિલ્મ વધારે હિટ થઈ અને પછી એક એવો સમય આવ્યો કે મારી ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલતી નહોતી. પાઈરસીને કારણે લોકોએ થિયેટરમાં આવવાનું ઓછું કરી નાખ્યું, જેને કારણે ફિલ્મ ચાલતી નહોતી. બસ આ જ કારણથી મેં ફિલ્મ કરવાનું ઓછું કરી નાખ્યું. ત્યારબાદ મને કોઈ બિગ ઓફર્સ આવી નહીં. કદાચ લોકોને એવું લાગ્યું હતું કે મેં ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું પરંતુ એવું નહોતું. તે સમયે મારી ઉંમરના કેટલાંક એક્ટર છે, જે હજી પણ કામ કરે છે અને બહુ સારું કામ કરે છે. જોકે, મને હવે કામ કરવાની કોઈ ઈચ્છા નથી. મારી અંદર હવે પહેલાં જેવો જોશ તથા જુનૂન નથી.’

પોતાના બાળકોને સમય આપી શકતો નથી
‘જે રીતે આજે હું મારા પૌત્ર-દોહિત્રને સમય આપી શકું છું, તેવો સમય મારા બાળકોને આપી શક્યો નહીં. મને બહુ જ ખરાબ લાગે છે કે મેં તે સારા દિવસો મિસ કર્યાં. જે સમય એકતા તથા તુષારનો હતો, હું તેમને તે આપી શક્યો નહીં. જોકે, હવે હું તેમની આ ઉણપને તેમના બાળકો સાથે સમય પસાર કરીને પૂરી કરી રહ્યો છું. જાગ્યા ત્યારથી સવાર...’

મને ‘ધ કપિલ શર્મા શો’ જોવો પસંદ છે
‘હાલમાં ટીવી પર અનેક જૂની ફિલ્મ જોવું છું. તક મળે તો દિલીપ કુમારની ફિલ્મ જોવું છું. હું તેમનો ચાહક છું. આ સાથે જ જૂના ટીવી શો પણ જોવું છું. મને ‘ધ કપિલ શર્મા શો’ ઘણો જ પસંદ છે અને તેમાંય તેના જૂના એપિસોડ વધારે ગમે છે. આ શો માહોલને હળવો બનાવી દે છે.’

હું વધુ પડતો ધાર્મિક વ્યક્તિ નથી
‘હું ‘રામાયણ’ કે ‘મહાભારત’ જેવા પૌરાણિક શો જોવાનું પસંદ કરતો નથી. હું એટલો ધાર્મિક વ્યક્તિ નથી. તેમની કથા મને ખબર છે. જોકે, મને એટલો શોખ નથી કે હું આને સ્ક્રીન પર જોવું.’

અન્ય સમાચારો પણ છે...