ચેક બાઉન્સ કેસ:ઝારખંડ હાઈકોર્ટે અભિનેત્રી અમિષા પટેલની અરજી ફગાવી દીધી, અઢી કરોડની છેતરપિંડીના કેસમાં રાહત ન મળી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલની મુશ્કેલી વધી ગઈ. છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેત્રીની તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ઝારખંડ હાઈકોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ એસકે દ્વિવેદીની કોર્ટમાં ગુરુવારે અમિષા પટેલની અરજી પર સુનાવણી થઈ. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે અભિનેત્રી અમિષા પટેલને છેતરપિંડીના કેસમાં કોઈપણ પ્રકારની રાહત આપવાની અરજીને ફગાવી દીધી છે.

અમિષા પટેલની વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં નીચલી કોર્ટે સમન્સ જાહેર કર્યું છે. અભિનેત્રીએ આ કેસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અભિનેત્રી અમિષા પટેલ પર ફિલ્મોમાં પૈસા રોકવાની ઓફર આપીને છેતરપિંડીનો આરોપ છે. આ પહેલા 28 એપ્રિલના રોજ ઝારખંડ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન તેના તરફથી જવાબ દાખલ કરવા માટે સમયની માગ કરવામાં આવી હતી, જે કોર્ટે સ્વીકારી હતી. ગુરુવારે ફરીથી આ કેસની સુનાવણી થઈ.

શું છે સમગ્ર મામલો
અમિષા પટેલની વિરુદ્ધ રાંચી જીલ્લાના હરમુનાના રહેવાસી અજય કુમાર સિંહે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે અજય કુમાર સિંહને અમિષા પટેલે ફિલ્મોમાં પૈસા રોકવાની ઓફર કરી હતી. ફિલ્મ દેશી મેજિક બનાવવાના નામ પર અજય કુમાર સિંહે અત્રિનેત્રી અમિષા પટેલને અઢી કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

ફિલ્મ ન બનતા અજય કુમાર સિંહે પૈસાની માગ કરી તો અભિનેત્રી અમિષા પટેલે તેને ચેક આપ્યો, જે બાઉન્સ થઈ ગયો હતો. તેના પછી મામલો કોર્ટ પહોંચ્યો. નીચલી અદાલતે આ કેસમાં અભિનેત્રીને સમન્સ જાહેર કર્યું હતું. તેના પછી આ કાર્યવાહીને અમિષા પટેલની તરફથી પડકારવામાં આવી હતી.