તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Jaya Prada, Who Was Angry At Jaya Bachchan Over The Statement With A Hole In The Plate, Asked Who Had Punched The Plate In Amar Singh's Case?

જયા vs જયા:થાળીમાં કાણાવાળા સ્ટેટમેન્ટને લઈને જયા બચ્ચન પર જયા પ્રદા ભડક્યા, પૂછો- અમર સિંહના કેસમાં કોણે કોની થાળીમાં કાણું પાડ્યું હતું?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના બચાવમાં જયા બચ્ચનના રાજ્યસભામાં થાળીમાં કાણાવાળા સ્ટેટમેન્ટને લઈને એક્ટ્રેસ જયા પ્રદા ભડકી ગયા છે. આ બાબતે તેણે એક્ટર અને સાંસદ રવિ કિશનનો બચાવ કરતા તેની ભાવના સમજવાની વાત કરી છે. સાથે જ તેમને જયા બચ્ચનને અમર સિંહના ઉપકારોને યાદ કરાવીને તેમને પૂછ્યું કે ત્યાં કોણે થાળીમાં કાણું પાડ્યું હતું.

'આજતક'ને આપેલા ઇન્ટરવ્યૂમાં જયા પ્રદાએ કહ્યું કે, 'ઇન્ડસ્ટ્રીનું અપમાન કરવાની હેસિયત કોઈમાં નથી. જ્યાં સુધી રવિ કિશનજીના સંસદમાં આપેલા સ્ટેટમેન્ટની વાત છે તો હું તેમને સપોર્ટ કરવા ઈચ્છું છું. તેમણે ખોટું નથી કીધું. તેમણે માત્ર એટલું કહ્યું કે ઇન્ડસ્ટ્રીના અમુક લોકો ડ્રગ્સ સાથે જોડાયેલા છે અને તેને અટકાવવા જરૂરી છે અને દેશના યુવાઓને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર છે. મને નથી લાગતું કે આમાં કઈ ખોટું છે. તેમણે આખી ઇન્ડસ્ટ્રીને દોષી જાહેર કરી છે.'

કદાચ જયા જીએ તેને પોતાના ઉપર લઇ લીધું
જયા બચ્ચન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, 'સુશાંત કેસ સામે આવ્યા પછી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પણ આમાં એક્ટિવ થઇ ગયો છે. પરંતુ જયાજીએ ખબર નહીં આવું કેમ વિચાર્યું, તેમને એવું શું લાગ્યું કે તેઓ ગુસ્સે થઇ ગયા અને તેમને કહેવું પડ્યું કે હું આને સ્વીકારતી નથી અને આ ઇન્ડસ્ટ્રીનું અપમાન છે. કદાચ આ વાત તેમણે પોતાના ઉપર લઇ લીધી પરંતુ એ સમજવાનું રહેશે કે કોઈ વ્યક્તિ વિશેષ પર આરોપ નથી.'

અમર સિંહના ઉપકાર યાદ કરાવ્યા
અમર સિંહના ઉપકારોને યાદ અપાવતા જયા પ્રદાએ કહ્યું, 'જયા જી અમારા નેતા આદરણીય અમર સિંહ જી તમારી સાથે રહેતા હતા, તમારા પરિવાર સાથે રહેતા હતા. તમે તેમની સાથે શું કર્યું. તમારા દુઃખના સમયે અમર સિંહજીએ તમને સાથ આપ્યો હતો. પરંતુ તમને આ વાત યાદ નથી. અને જ્યારે અમર સિંહ જિંદગી અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા તો તે સમયે તમારા પરિવારને તેમને યાદ કરવાનો પણ સમય ન મળ્યો.'

અમર સિંહ બાબતે કોણે થાળીમાં કાણું પાડ્યું
આગળ તેમણે કહ્યું, 'જ્યારે તે ચાલ્યા ગયા તો તેમના વિશે વિચારવાનો સમય પણ ન મળ્યો. અમર સિંહ જીના મૃત્યુ બાદ માત્ર બે લાઈનની કવિતા લખે છે. આ જ રીત હોય છે શું. આ સ્વાર્થની રાજનીતિ છે. કોણ કોની થાળીમાં કાણું કરી રહ્યું છે, એકવાર તમે વિચારી લો. હું તમને જ આ સવાલ પૂછી રહી છું.'

'આજ દુનિયા જોઈ રહી છે કે કોણ કઈ વસ્તુ માટે તમને રાજકારણમાં લઈને આવ્યા હતા. આજે માત્ર પદ માટે જયા જી તમે અમર સિંહ જીને છોડી દીધા. કારણકે રાજ્યસભામાં તમારે રહેવું છે માટે તમે તે પાર્ટીને પસંદ કરી છે.'

તમારે ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવવું જોઈએ
આગળ રવિ કિશનનો બચાવ કરતા તેમણે કહ્યું, 'આટલી મોટી ઇન્ડસ્ટ્રીને અમે ઈન્સલ્ટ નથી કરી રહ્યા. મારે રવિ કિશન જીને સપોર્ટ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ તેનો જે ભાવ છે, તેમનું જે સ્ટેટમેન્ટ છે, તેમની જે ભાવના છે, તે યુથને બચાવવા માટે છે. હજુ પણ કહું છું કે, તમે અને અમિત જી ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનનું નેતૃત્ત્વ કરો અને યુવાનોને આનાથી બચાવો.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો