તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડની બદનામીનો વિરોધ:જયા બચ્ચનને સોનમ, તાપસી, જેનેલિયા, ફરહાન તથા અનુભવ સિંહાનો સાથ મળ્યો, સોનમે કહ્યું- મોટી થઈને તેમના જેવી બનાવા માગતી હતી

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાંસદ તથા એક્ટ્રેસ જયા બચ્ચને મંગળવાર (15 સપ્ટેમ્બર)ના રોજ રાજ્યસભામાં બોલિવૂડને બદનામ કરતા લોકો અંગે વિરોધ પ્રગટ કર્યો હતો. આ સાથે તેમણે સરકારને આ અંગે જરૂરી પગલા ભરવાની માગણી કરી હતી. જયા બચ્ચનને બોલિવૂડ સેલેબ્સનો સાથ મળ્યો છે. ફિલ્મમેકર અનુભવ સિંહા, સોનમ કપૂર, તાપસી પન્નુ, જેનેલિયા દેશમુખ તથા ફરહાન અખ્તરે સોશિયલ મીડિયામાં જયા બચ્ચને સપોર્ટ આપ્યો છે.

અનુભવ સિંહાએ જયા બચ્ચનું સમર્થન કરતા કહ્યું હતું, જયાજીને સાદર પ્રણામ કરું છું. જેમને ખ્યાલ નથી તેઓ જોઈ લે. કરોડરજ્જુ આ રીતે દેખાય છે.

સોનમ કપૂરે અનુભવની ટ્વીટને રીટ્વીટ કરતા કહ્યું હતું, 'મોટી થઈને તેમના જેવી બનવા માગતી હતી'

તાપસીએ કહ્યું, 'એકદમ સાચી વાત કહી'
તાપસી પન્નુએ કહ્યું હતું, 'અમે હંમેશાં દરેક પ્રકારની સામાજિક ચળવળ, ઉદ્દેશો તથા જાગરુકતા અભિયાનની સાથે ઊભા રહીએ છીએ. હવે તે પરત આપવાનો સમય છે. તેમણે પરિસ્થિતિ પર એકદમ યોગ્ય નિવેદન આપ્યું છે. ફરી એકવાર ઈન્ડસ્ટ્રીની મહિલાએ મોં ખોલ્યું છે.'

ફરહાને કહ્યું, તે હંમેશાં ઊભા રહે છે

ફરહાન અખ્તરે ટ્વીટ કરીને કહ્યું, 'આદર, જ્યારે મહત્ત્વનું હોય ત્યારે તે હંમેશાં ઊભા હોય છે.'

જેનેલિયાએ પણ સાથ આપ્યો હતો

જયા બચ્ચને સંસદમાં શું કહ્યું હતું?
જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું, 'મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે, જે સૌથી વધુ ટેક્સ ભરે છે, તેમ છતાંય તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. આપણી ઈન્ડસ્ટ્રીને અનેક વચન આપવામાં આવે છે, પરંતુ એ પૂરાં કરવામાં આવતાં નથી.'

'જે થાળીમાં જમે છે, એમાં જ થૂંકે છે'
સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને કહ્યું હતું, 'મને લાગે છે કે આ મહત્ત્વનું છે કે સરકાર આ ઈન્ડસ્ટ્રીને સાથ આપે. માત્ર એટલા માટે તેની હત્યા ના કરો, કારણ કે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઈન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરી શકો નહીં. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમને સન્માન આપે છે.' જયા બચ્ચને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, 'હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. જે થાળીમાં જમો છો, એ જ થાળીમાં થૂંકો છો. ખોટી વાત છે.'

કંગનાએ 26 ઓગસ્ટે બોલિવૂડને ગટર કહી હતી
26 ઓગસ્ટની સાંજે એક ટ્વીટમાં કંગનાએ PMOને ટૅગ કરીને કહ્યું હતું, 'જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલિવૂડની તપાસ કરે છે તો એ લિસ્ટેડ સ્ટાર્સ જેલની પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયો તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવશે. આશા છે કે વડા પ્રધાનજી સ્વચ્છ ભારત મિશન હેઠળ બોલિવૂડ જેવી ગટરને સાફ કરશે.'

અન્ય સમાચારો પણ છે...