વાઇરલ વીડિયો:જયા બચ્ચને કંગના રનૌતને જોતા જ મોં ફેરવી લીધું, ભાગ્યશ્રીને ગળે મળ્યાં

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ 'ઊંચાઈ'નું સ્ક્રિનિંગ 9 નવેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કંગના રનૌત, સલમાન ખાન, અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા. હાલમાં જ એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં જયા બચ્ચને એક્ટ્રેસ કંગનાને ઇગ્નોર કરી હતી.

કંગનાને જોઈને જયા બચ્ચને મોં ફેરવ્યું
સ્ક્રીનિંગમાં જયા બચ્ચન પણ આવ્યા હતા. તેમની પાછળ જ કંગના ઊભી હતી. એક બાજુ ફોટોગ્રાફર્સ કંગના-કંગનાના નામની બૂમો પાડતા હતા. તો જયાએ કંગનાની સંદતર અવગણના કરી હતી અને ભાગ્યશ્રીને ગળે મળ્યા હતા. ત્યારબાદ કંગનાએ જયાએ નમસ્તે કર્યું તો તેમણે કોઈ જાતનું રિએક્શન આપ્યું નહોતું અને ત્યાંથી આગળ વધી ગયા હતા. વીડિયોમાં અનુપમ ખેરે જયાને કંગનાને મળવાનું કહ્યું હતું, પરંતુ તે મોં ફેરવી લે છે.

ચાહકોએ પ્રતિક્રિયા આપી
આ વીડિયો વાઇરલ થતાં જ ચાહકોએ જયાનું રિએક્શન તરત જ નોટિસ કર્યું હતું. એક યુઝરે કહ્યું હતું કે કંગનાને કોઈની જરૂર નથી. અન્ય એકે કહ્યું હતું કે જયા બચ્ચન રૂડ મહિલા છે. કેટલાંકે કહ્યું હતું કે કંગના પણ વિચારતી હશે કે જયા બચ્ચન અહીંયા પણ આવી ગયા.

કંગના-અભિષેકે એકબીજા સાથે મસ્તી કરી
સ્કીનિંગનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં અભિષેક બચ્ચને કંગનાને ગળે લગાવી હતી અને મસ્તી-મજાક કરતા જોવા મળ્યા હતા.

સલમાન-સૂરજનું ખાસ બોન્ડિંગ જોવા મળ્યું
ફિલ્મના સ્ક્રીનિંગમાં સલમાન ખાન ખાસ હાજર રહ્યો હતો. સલમાને સૂરજનો હાથ પકડીને એન્ટ્રી કરી હતી. આ દરમિયાન સલમાન એક્ટર અનુપમ ખેરને પણ મળ્યો હતો. સૂરજ તથા સલમાને ઘણી ફિલ્મમાં સાથે કર્યું છે. બંનેએ સૌ પહેલાં 'મૈંને પ્યાર કિયા'માં કામ કર્યું હતું. ત્યારબાદ બંને 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ' તથા 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

11 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
'ઊંચાઈ' ફિલ્મના સ્ક્રીનિંગમાં રાની મુખર્જી, સલમાન ખાન, કાજોલ, રિતેશ દેશમુખ, શહનાઝ ગિલ સહિતના સેલેબ્સ આવ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, બમન ઈરાની, અનુપમ ખેર, ડેની, સારિકા લીડ રોલમાં છે. આ ફિલ્મને સૂરજ બરજાત્યાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...