જયા બચ્ચને ફોટોગ્રાફર્સ સાથે મસ્તી મજાક કરી:પોઝ આપીને બોલ્યા, 'જુઓ હું કેટલું સ્માઇલ કરું છું'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન પોતાના આકરા વર્તન માટે જાણીતા છે. જોકે, આ વખતે જયા બચ્ચનનો અલગ જ અવતાર જોવા મળ્યો હતો. ફેશન ડિઝાઇનર અબુ જાની તથા સંદીપ ખોસલાના ન્યૂ કલેક્શન લૉન્ચમાં જયા બચ્ચન ફોટોગ્રાફર્સ સાથે મસ્તી-મજાક કરતાં જોવા મળ્યાં હતાં.

જયા બચ્ચને ફોટોગ્રાફર સાથે પોઝ આપ્યો
આ દરમિયાન જયા બચ્ચને ફોટોગ્રાફર સાથે પોઝ પણ આપ્યો હતો. જયા બચ્ચન પોઝ આપ્યા બાદ અંદર જતા હતા, તે સમયે ફોટોગ્રાફર્સે જયાજી કહીને બૂમ પાડી હતી. ત્યારબાદ જયા બચ્ચને એક ફોટોગ્રાફર જોઈને કહ્યું હતું, 'હું આ ફોટોગ્રાફરને તે નાનો હતો ત્યારથી ઓળખું છું.' ત્યારબાદ જયા બચ્ચને તે ફોટોગ્રાફરની ઉંમર પૂછી હતી. પછી તે ફોટોગ્રાફર સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. ત્યારબાદ એક્ટ્રેસે કહ્યું હતું કે આ બધા નવા નવા છે.

જુઓ, હું કેટલું સ્માઇલ કરું છું: જયા બચ્ચન
આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં જયા બચ્ચન પોઝ આપતા કહ્યું હતું, 'જુઓ, હું કેટલું સ્માઇલ કરું છું. ત્યારબાદ જયા બચ્ચને ફોટોગ્રાફર્સને નમસ્તે પણ કર્યું હતું.'

સો.મીડિયા યુઝર્સને નવાઈ લાગી
હવે જયા બચ્ચનનું આ વર્તન જોઈને સો.મીડિયા યુઝર્સને પણ નવાઈ લાગી હતી. એક યુઝરે કહ્યું હતું, 'લાગે છે કે આજે જયાજીનો મૂડ સારો છે.' બીજાએ કહ્યું હતું, 'આ શું છે, કોઈએ મેડમનું કાઉન્સલિંગ કર્યું લાગે છે. અન્ય એકે કહ્યું હતું, 'અરે આ તો હસે પણ છે.'

જયા બચ્ચન અવાર-નવાર ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થાય છે
જયા બચ્ચન અવાર-નવાર ફોટોગ્રાફર્સને ખરું-ખોટું સંભળાવતા હોય છે. ગયા વર્ષે દિવાળી પર ફોટોગ્રાફર્સ જયા-અમિતાભના બંગલા 'પ્રતીક્ષા' આગળ ભેગા થયા ત્યારે એક્ટ્રેસને આ વાત ગમી નહોતી. તેઓ ઘરમાંથી બહાર આવીને ફોટોગ્રાફર્સને ઘરની બહારથી કાઢી મૂક્યા હતા.

ભીડને જોઈને જયા બચ્ચન કેમ ગુસ્સે થાય છે?
કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં શ્વેતા તથા અભિષેક બચ્ચને કહ્યું હતું કે તેમની માતાને ક્લૉસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ અચાનક ભીડ જોઈને રઘવાઈ થઈ છે. અનેકવાર તેને ગુસ્સો આવે છે અને ઘણીવાર તે બેભાન પણ થઈ શકે છે. વ્યક્તિ જ્યારે બજારમાં, ભીડમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં તથા લિફ્ટમાં હોય ત્યારે તેની સાથે આવું બને છે. શ્વેતાના મતે, તેની માતા ભીડ જોઈને એકદમ ગુસ્સામાં આવી જાય છે. તેમને એ વાત બિલકુલ પસંદ નથી કે કોઈ તેમને ધક્કો મારે અથવા ટચ કરે. આ ઉપરાંત કેમેરાની ફ્લેશ આંખ પર આવે ત્યારે પણ તેમને અસહજ ફીલ થાય છે. ત્યાં સુધી કે અભિષેકે કહ્યું હતું કે ઘણીવાર માતા જયા બચ્ચન જતાં રહે, પછી તે મીડિયા સામેથી પસાર થાય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જયા બચ્ચન 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, શબાના આઝમી તથા ધર્મેન્દ્ર સાથે જોવા મળશે. આ ફિલ્મ કરન જોહરે ડિરેક્ટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...