જયા બચ્ચન ફરી આકરા પાણીએ:ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયાં, દોહિત્રીએ શાંત પાડ્યા; યુઝર્સે કહ્યું- 'યાર બચ્ચન સાહેબ કેવી રીતે સહન કરે છે?'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન મીડિયામાં પોતાના રુડ બિહેવિયરને કારણે જાણીતા છે. થોડાં દિવસ પહેલાં જ જયા બચ્ચન ભોપાલમાં લોકો પર ગુસ્સે થયા હતા. હવે ફરી એકવાર જયા બચ્ચન ફોટોગ્રાફર્સ પર રોષે ભરાયા છે. જયા બચ્ચને ખરાબ રીતે ફોટોગ્રાફર્સ સાથે વાત કરી હતી.

ફેશન વીકમાં નારાજ થયા
જયા બચ્ચને પોતાની દોહિત્રી નાવ્યા નવેલી નંદા સાથે ફેશન વીકમાં હાજરી આપી હતી. ઇવેન્ટમાંથી નીકળતા સમયે ફોટોગ્રાફર્સે જયા બચ્ચન તથા નાવ્યાની તસવીરો ને વીડિયો લેવાનું શરૂ કર્યું હતું. આ વાત પર જયા બચ્ચન ભડકી ગયાં હતાં અને ફોટોગ્રાફર્સને તેમના પ્રોફેશન અંગે સવાલ કર્યો હતો. આ દરમિયાન નાવ્યાએ નાનીમાને શાંત કરાવ્યા હતા.

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કર્યા
સો.મીડિયામાં જયા બચ્ચનનો આ વીડિયો વાઇરલ થયો છે. વીડિયો જોતાં જ યુઝર્સે જયા બચ્ચનને ટ્રોલ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે દેવીજી તમે ઘરની બહાર જ કેમ નીકળો છો? અન્ય એકે કહ્યું હતું કે યાર આને બચ્ચન સાહેબ કેવી રીતે સહન કરતા હશે, આજે પણ રેખાને યાદ કરીને રડતા હશે?

ભોપાલમાં ચાહકો પર ગુસ્સે થયા હતા
જયા બચ્ચન દીકરા સાથે દશેરા (5 ઓક્ટોબર)ના દિવસે ભોપાલ આવ્યા હતા. અહીંયા આવીને સૌ પહેલાં બંનેએ ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા. પંડાલમાં અભિષેક તથા જયા બચ્ચને જોતાં જ ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી. પંડાલમાં અભિષેકે ચાહકો સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા અને સહજતાથી મળ્યો હતો. જોકે, જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થઈ ગયા હતા. ચાહકોની ભીડ જોઈને જયા બચ્ચને કહ્યું હતું, 'તમે લોકો આંખો પર લાઇટ પાડો છે. તમને લોકોને શરમ નથી આવતી?' જયા બચ્ચનને આ રીતે ધમકાવતા જોઈને ચાહકો પાછળ હટી ગયા હતા. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. યુઝર્સે જયા બચ્ચનના વર્તનની ટીકા કરી હતી.

ભીડને જોઈને જયા બચ્ચન કેમ ગુસ્સે થાય છે?
કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં શ્વેતા તથા અભિષેક બચ્ચને કહ્યું હતું કે તેમની માતાને ક્લૉસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી માનસિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ અચાનક ભીડ જોઈને રઘવાઈ થઈ છે. અનેકવાર તેને ગુસ્સો આવે છે અને ઘણીવાર તે બેભાન પણ થઈ શકે છે. વ્યક્તિ જ્યારે બજારમાં, ભીડમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં તથા લિફ્ટમાં હોય ત્યારે તેની સાથે આવું બને છે. શ્વેતાના મતે, તેની માતા ભીડ જોઈને એકદમ ગુસ્સામાં આવી જાય છે. તેમને એ વાત બિલકુલ પસંદ નથી કે કોઈ તેમને ધક્કો મારે અથવા ટચ કરે. આ ઉપરાંત કેમેરાની ફ્લેશ આંખ પર આવે ત્યારે પણ તેમને અસહજ ફીલ થાય છે. ત્યાં સુધી કે અભિષેકે કહ્યું હતું કે ઘણીવાર માતા જયા બચ્ચન જતાં રહે, પછી તે મીડિયા સામેથી પસાર થાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જયા બચ્ચન 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, શબાના આઝમી તથા ધર્મેન્દ્ર સાથે જોવા મળશે. આ ફિલ્મ કરન જોહરે ડિરેક્ટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...