ચોખવટ / જાવેદ હૈદર આર્થિક તંગીને કારણે શાકભાજી વેચતા ન હતા, એક્ટરે ચોખવટ કટી- એપ પર વીડિયો બનાવી રહ્યો હતો

Javed Hyder is Not Vending Vegetables Due to Financial Crisis, was Making Videos on App to Keep Busy
X
Javed Hyder is Not Vending Vegetables Due to Financial Crisis, was Making Videos on App to Keep Busy

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 02:13 PM IST

એક્ટર જાવેદ હૈદરનો શાકભાજી વેચતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. લોકડાઉનમાં શૂટિંગ બંધ થતા ઘણા એક્ટર્સ તેમની આર્થિક તંગી વિશે વાત કરી રહ્યા છે ત્યારે ઘણા લોકોએ એવું તારણ કાઢી લીધું કે જાવેદ પણ તેની જરૂરિયાત પુરી કરવા માટે શાકભાજી વેચી રહ્યા છે.

આ બાબતે હવે જાવેદે એક ઇન્ટરવ્યૂમાં ચોખવટ કરી છે કે, તે ગુજરાન ચલાવવા માટે લારી પર શાકભાજી વેચી રહ્યા ન હતા પણ તેઓ ખાલી વીડિયો બનાવી રહ્યા હતા. હું એક્ટર છું અને લોકડાઉનને કારણે કોઈ કામ નથી. એક એક્ટર તરીકે ખુદને વ્યસ્ત રાખવા માટે મેં એપ પર મ્યુઝિકલ વીડિયો બનાવવાના સ્ટાર્ટ કર્યા. મારી દીકરી તે એપ યુઝ કરી રહી છે અને તેને મને વીડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું.

તેમણે ઉમેર્યું કે, આજે ભગવાનની દયાથી મારે કોઈ આર્થિક તંગી નથી, પણ જો ભવિષ્યમાં કઈ આવું થાય તો હું શાકભાજી વેચવામાં શરમ નહીં રાખું કારણકે કોઈપણ કામ નાનું નથી હોતું.

જાવેદ હૈદરે બાળ કલાકાર તરીકે ફિલ્મ બાપ નંબરી બેટા દસ નંબરીમાં કાદર ખાનના દીકરાનો રોલ કર્યો હતો. તેઓ બાબર, ગુલામ જેવી ફિલ્મ્સમાં પણ દેખાયા હતા. ટીવી સિરિયલ જીની ઔર જુજુમાં પણ તેઓ સામેલ હતા. 2017ની ફિલ્મ લાઈફ કી ઐસી કી તૈસી ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી