હીમેન રોષે ભરાયા:જાવેદ અખ્તરે કહ્યું, ધર્મેન્દ્રે 'ઝંજીર' રિજેક્ટ કરી હતી, સો.મીડિયામાં એક્ટર ગુસ્સાથી લાલ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મેન્દ્રે ફિલ્મ 'ઝંજીર' અંગેના વિવાદ પર જાવેદ અખ્તરના દાવાનો સો.મીડિયામાં જવાબ આપ્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન પહેલાં આ ફિલ્મ ધર્મેન્દ્રને ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ફિલ્મ રિજેક્ટ કરી હતી. હવે જાવેદના નિવેદન બાદ ધર્મેન્દ્ર ગુસ્સે થયા છે અને સો.મીડિયામાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

ધર્મેન્દ્રે જાવેદને શું જવાબ આપ્યો?
ધર્મેન્દ્રે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'જાવેદ કેમ છે, દંભની આ દુનિયામાં હકીકત દબાઈને રહી જાય છે. જીવતા રહો...હૃદયને હસાવતા તો ખૂબ આવડે છે. કાશ.. ખુલીને બોલવાનો જાદૂ પણ શીખી લીધો હોત...'

જાવેદ અખ્તરે શું કહ્યું હતું?
જાવેદે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'અમિતાભ ફિલ્મ 'ઝંજીર' માટે લાસ્ટ ચોઇસ હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ ધર્મેન્દ્ર માટે લખવામાં આવી હતી, પરંતુ કોઈક કારણોસર તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ પ્રકાશ મહેરાની પાસે સ્ક્રિપ્ટ હતી, પરંતુ હીરો નહોતો. તે પહેલી જ વાર કોઈ ફિલ્મને પ્રોડ્યૂસ કરતા હતા, કારણ કે તેમણે આ પહેલાં માત્ર ફિલ્મને ડિરેક્ટ કરી હતી. અનેક સ્ટાર્સનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તમામે ફિલ્મ ઠુકરાવી દીધી હતી.'

તે સમયે કોઈ હીરો એંગ્રી યંગમેન બનવા તૈયાર નહોતો
જાવેદે વધુમાં કહ્યું હતું, 'હું સમજી શકું છે કે કેમ ના પાડવામાં આવી હતી. તે સમય રાજેશ ખન્નાનો હતો. ફિલ્મમાં સંગીત ને રોમાન્સનો એંગલ ચાલતો હતો. ફિલ્મના અંતમાં જ હીરોને એંગ્રી યંગમેનના લુકમાં બતાવવામાં આવતો તે સમયે કોઈ હીરો આ પ્રકારના રોલ ભજવવા તૈયાર નહોતા.'

'ઝંજીર' બિગ બીની પહેલી સુપરહિટ ફિલ્મ
ફિલ્મ 'ઝંજીર' 11 મે, 1973માં રિલીઝ થઈ હતી. ચાર વર્ષના સંઘર્ષ બાદ બિગ બીને આ ફિલ્મથી સ્ટારડમ મળ્યું હતું. આ પહેલાં એક્ટર તરીકે તેમણે 12 ફિલ્મમાં કામ કર્યું હતું, પરંતુ લીડ એક્ટર તરીકે તેમની માત્ર 2 જ ફિલ્મ હિટ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...