ગીતકારે ફરી સવાલ કર્યો:જાવેદ અખ્તર PM મોદીની રાષ્ટ્રપતિ મુલાકાતથી નારાજ, કહ્યું- નરસંહારની ધમકી પર એક શબ્દ ના કહ્યો

મુંબઈ5 મહિનો પહેલા

ગીતકાર જાવેદ અખ્તરે ફરી એકવાર સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક બાબતે સવાલ કર્યો છે. હાલમાં જ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જાવેદ અખ્તરે આ મુલાકાત મુદ્દે સવાલ કર્યો છે. આ પહેલાં જાવેદે બુલ્લી બાઇ એપ મુદ્દે પણ સરકારને આકરા સવાલો પૂછ્યા હતા.

આ બાબત ધર્મ સંસદ હેટ સ્પીચ સાથે જોડાયેલી છે
જાવેદ અખ્તરે સવાલ કર્યો હતો, આપણા વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. LMG (લાઇટ મશીન ગન)થી સજ્જ બૉડીગાર્ડ્સ સાથે વડાપ્રધાન બુલેટ પ્રૂફ વાહનમાં હતા. તેમણે માત્ર એક કાલ્પનિક જોખમ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, પરંતુ તેમણે 200 મિલિયન ભારતીયોના નરસંહાર પર ધમકી આપવામાં આવી તો તેમણે એક શબ્દ પણ ના કહ્યો. કેમ મિસ્ટર મોદી?

ટ્રોલર્સે પણ સામે જવાબ આપ્યો
સો.મીડિયામાં જાવેદ અખ્તરનું ટ્રોલિંગ સામાન્ય વાત થઈ ગઈ છે. તેમની પોસ્ટ બાદ યુઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું, 'તમને હજી પણ ભારતમાં ડર લાગે છે.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'કાશ્મીરમાં હિંદુઓ પર થયેલા નરસંહાર અંગે શું કહેવું છે.' અન્ય એકે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સો.મીડિયા પોસ્ટનો સ્ક્રીન શોટ શૅર કરીને પૂછ્યું હતું, 'સેમ સ્ક્રિપ્ટ?'