રેખાના ગીત પર થિરકતી જોવા મળી જાન્હવી:'દિલ ચીજ ક્યાં હૈ' ગીત પર ડાન્સ કરતી જોવા મળી જાન્હવી કપૂર, વીડિયો વાઇરલ

3 મહિનો પહેલા

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર એક સારી ડાન્સર પણ છે. જાન્હવી કપૂર તેના ડાન્સના વીડિયો સો.મીડિયા પર શેર કરે છે. હાલમાં જ જાન્હવી કપૂરે સો.મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેખાની ફિલ્મ 'ઉમરાવ જાન'ના ગીત ' દિલ ચીજ ક્યાં હૈ આપ મેરી જાન લીજીએ' પર થિરકતી જોવા મળે છે. આ વીડિયોમાં એક્ટ્રેસના ડાન્સ મૂવ્સ જોરદાર જોવા મળી રહ્યા છે. જાન્હવી ​​એ રેખાના આ ડાન્સને બેખૂબી કોપી કરી છે. ફેન્સ પણ જ્હાન્વીના ડાન્સના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે,જાન્હવી કપૂરની ફિલ્મ 'ગુડ લક જેરી'માં શાનદાર એક્ટિંગના કારણે પ્રસંશા મળી હતી. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

જુઓ વીડિયો