તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસનો બોલ્ડ અવતાર:જાન્હવી કપૂરે સો.મીડિયામાં ગ્લેમરસ તસવીર શૅર કરી, ચાહકોએ કહ્યું, She is so hot

મુંબઈ3 મહિનો પહેલા
  • જાન્હવીએ આ પહેલાં એક ફની વીડિયો શૅર કર્યો હતો

જાન્હવી કપૂર સો.મીડિયામાં અવારનવાર ગ્લેમરસ તથા બોલ્ડ તસવીર શૅર કરતી હોય છે. હાલમાં જ જાન્હવીએ સો.મીડિયામાં મોનોક્રોમ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં જાન્હવી ઘણી જ સુંદર લાગે છે. ચાહકોને જાન્હવીનો આ ફોટો ઘણો જ પસંદ આવ્યો છે. જાન્હવીની આ તસવીર તેના ફૅન ક્લબે પણ શૅર કરી હતી, જેમાં ચાહકોએ તેના ઘણાં જ વખાણ કર્યાં હતાં કહ્યું હતું, 'તે બહુ જ હોટ છે.'

જાન્હવીએ આ પહેલાં ફની વીડિયો શૅર કર્યો હતો
જાન્હવીએ આ પહેલાં એક ફની વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી. વીડિયોમાં જાન્હવી ટીમ સાથે ડાન્સ કરતી હતી. તેણે હાથમાં ચંપલ પકડી રાખ્યા હતા. આ વીડિયો શૅર કરીને જાન્હવીએ કહ્યું હતું કે અક્સા ગેંગ ઈઝ બેક.

2018માં ડેબ્યૂ કર્યું હતું
જાન્હવીએ 2018માં શશાંક ખેતાનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'ધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર હતો. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની હિંદી રીમેક હતી. આ ફિલ્મ બાદ જાહન્વીની બે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, જેમાં 'ઘોસ્ટ સ્ટોરી' તથા 'ધ કારગિલ ગર્લ' સામેલ છે. જાન્હવી છેલ્લે હાર્દિક મહેતાની હોરર કોમેડી ફિલ્મ 'રૂહી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ તથા વરુણ શર્મા હતા. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને કોરોના હોવા છતાંય ફિલ્મ પહેલાં વીકમાં 16.41 કરોડનો બિઝનેસ કર્યો હતો. જાન્હવી 'દોસ્તાના 2', 'ગુડ લક જેરી'માં જોવા મળશે.

સૂત્રોના મતે, નયનતારાની તમિળ ફિલ્મ 'કોલામાવુ કોકિલા'ની હિંદી રીમેકમાં જાન્હવી કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ પંજાબમાં ટૂંક સમયમાં શરૂ થશે.