જાહન્વી કપૂરને મોમની યાદ આવી:કહ્યું, 'હું તેમના માટે કરિયર બનાવવા માગું છું, તેમનું નામ રોશન કરવું છે'

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કરિયર તથા સ્વર્ગીય માતા શ્રીદેવી અંગે વાત કરી હતી. જાહન્વીએ કહ્યું હતું કે તેને માતાની ઘણી જ યાદ આવે છે અને તે તેમના માટે કરિયર બનાવવા માગે છે. તેની પર માતાને ગર્વ થાય તેમ તે ઈચ્છે છે. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે તેની માતા ક્યારેય નહોતી ઈચ્છતી કે તે એક્ટિંગ કરે.

એક્ટિંગ નહીં કરું તો જીવનભર દુઃખી રહીશઃ જાહન્વી
જાહન્વીએ કહ્યું હતું, 'મોમ હંમેશાં મને કહેતી કે તું ઘણી જ ભોળી છે. તું સરળતાથી લોકોની વાતમાં આવી જાય છે અને પછી હર્ટ થાય છે. આથી જ તારે આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરવા માટે અલગ રીતે મજબૂત બનવું પડશે.'

વધુમાં જાહન્વીએ કહ્યું હતું, 'મોમે તેને એમ પણ કહ્યું હતું, 'હું નથી ઈચ્છતી કે તું મારા જેવી બને. લોકો મારી 300 ફિલ્મને તારી પહેલી ફિલ્મ સાથે કમ્પેર કરે. તું કેવી રીતે આનો સામનો કરીશ.' મોમની વાત સાંભળીને મેં કહ્યું હતું કે મને ખ્યાલ છે આ મુશ્કેલ છે, પરંતુ જો હું એક્ટિંગ નહીં કરું તો જીવનભર દુઃખી રહીશ.'

જાહન્વી-શ્રીદેવીની તુલના કરવામાં આવે છે
જાહન્વીને સવાલ કરવામાં આવ્યું કે રિયલમાં તેની ફિલ્મની તુલના શ્રીદેવી સાથે થાય છે? તો એક્ટ્રેસ કહ્યું હતું કે હા તેવું થાય છે. તેની પહેલી ફિલ્મને મોમની ફિલ્મ સાથે કમ્પેર કરવામાં આવી હતી. તે બસ કરિયર બનાવવા માગે છે અને મોમનું નામ રોશન કરવા ઈચ્છે છે.

'બવાલ'માં જોવા મળશે
જાહન્વીએ 2018માં ફિલ્મ 'ધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં જ જાહન્વીની 'ગુડ લક જેરી' ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મમાં જાહન્વીની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. જાહન્વીની અપકમિંગ ફિલ્મ વરુણ ધવન સાથે 'બવાલ' તથા રાજકુમાર રાવ સાથે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' છે.