તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંજાબના બસ્સી પઠાનાંમાં બોલિવૂડ એક્ટર્સને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો. અહીંયા ફિલ્મ 'ગુડ લક જેરી'નું શૂટિંગ કરવા માટે પહોંચેલી ટીમને આંદોલનકારીઓએ રોકી લીધા. ફિલ્મ શૂટિંગ માટે એક્ટ્રેસ જાહ્નવી કપૂર પણ પહોંચી હતી. આ ઘટના પછી ફિલ્મના યુનિટે ખેડૂતોને ભરોસો આપ્યો કે જ્યાં સુધી તેઓ સંતુષ્ટ નહિ થાય ત્યાં સુધી કામ નહીં થયા. સાથે જ જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર ખેડૂતોના સપોર્ટમાં પોસ્ટ શેર કરી, ત્યારે જઈને શૂટિંગનું કામ ફરી શરૂ થઇ શક્યું.
ઘટના રવિવારની જણાવાઈ રહી છે, જ્યારે એક્ટ્રેસ જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'ગુડ લક જેરી'નું શૂટિંગ શરૂ થવાનું હતું. તે દરમ્યાન ખેડૂત આંદોલનના યુવાનોનું ગ્રુપ ત્યાં પહોંચી ગયું. યુવકોએ કૃષિ નિયમનો વિરોધ કરીને કેન્દ્ર સરકાર સાથે બોલિવૂડ એક્ટર્સ વિરુદ્ધ પણ નારા લગાવ્યા.
ખેડૂત નેતા જગજીત સિંહ, ગજ્જન સિંહ, કમલપ્રીત સિંહ, અમરિક સિંહ, જગતાર સિંહ, ગુરવિન્દર સિંહ વગેરેએ કહ્યું કે પંજાબી ઇન્ડસ્ટ્રીના બધા કલાકાર ખેડૂત આંદોલનનો સપોર્ટ કરી રહ્યા છે. બીજી બાજુ બોલિવૂડ કલાકાર પોતાની ફિલ્મોના શૂટિંગ માટે પંજાબ તો આવે છે પણ ખેડૂત આંદોલનના સપોર્ટના એકવાર પણ કઈ નથી બોલતા. આ કારણે તેઓ ગુસ્સામાં છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ કલાકાર આંદોલનનું સમર્થન નહીં કરે, ત્યાં સુધી આ જ રીતે તેમનો વિરોધ કરવામાં આવશે.
આ હંગામા બાદ ફિલ્મ યુનિટ સાથે જોડાયેલા લાલજીત સિંહ અને મનીષ વાલિયા ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે યુવકોને કહ્યું કે તેઓ ખેડૂતોની સાથે છે. જ્યાં સુધી ખેડૂતો સંતુષ્ટ નથી થઇ જતા ત્યાં સુધી શૂટિંગ નહીં કરે. માહિતી મળતા પોલીસ ઇન્ચાર્જ બલબિન્દર સિંહની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ખેડૂતો સાથે વાત કરી તેમને શાંત કર્યા. બીજી બાજુ ખેડૂતો માનવા તૈયાર જ ન હતા. તેઓ ધરણા પર બેસી ગયા. ત્યારબાદ જાહ્નવી કપૂરે ખેડૂતોના સપોર્ટમાં સ્ટેટ્સ લગાવ્યું અને પછી શૂટિંગ શરૂ થઇ શક્યું. હાલ શૂટિંગ ચાલી રહ્યું છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.