જાહન્વી કપૂરનો ઘટસ્ફોટ:એક્ટ્રેસ કથિત બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર સાથે બ્રેકઅપ બાદ પણ સંપર્કમાં છે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાહન્વી કપૂર હાલમાં અપકમિંગ ફિલ્મ 'ગુડ લક જેરી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઇન્ટરવ્યૂમાં જાહન્વી કપૂરે પૂર્વ બોયફ્રેન્ડ તથા ફર્સ્ટ કો-સ્ટાર ઈશાન ખટ્ટર અંગે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે તે હજી પણ ઈશાનના સંપર્કમાં છે.

'રંગસારી..' સોંગ અંગે વાત કરી
જાહન્વી કપૂરે કહ્યું હતું, 'મને લાગે છે કે હું ને ઈશાન બંને અમારી લાઇફમાં ઘણાં જ બિઝી છીએ, પરંતુ અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે સારી રીતે વાતો કરીએ છીએ. 'જુગ જુગ જિયો'નું સોંગ 'રંગસારી...' આમ તો 'ધડક'માં લેવાનું હતું. જ્યારે અમે આ ફિલ્મના મોન્ટાજ શૂટ કરતાં હતા ત્યારે આ ગીત પ્લે થતું હતું.'

ઈશાનને મેસેજ કર્યો હતો
જાહન્વીએ આગળ કહ્યું હતું, 'જ્યારે 'જુગ જુગ જિયો'નું આ ગીત રિલીઝ થયું ત્યારે અમને બંનેને લાગ્યું હતું કે આ અમારું ગીત છે. અમે બંનેએ એકબીજાને મેસેજ કર્યો હતો અને પૂછ્યું હતું કે આ ગીત જોયું?'

'ધડક'માં બંનેએ કામ કર્યું હતું
જાહન્વી કપૂરે 'ધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર હતો. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રીમેક હતી. આ ફિલ્મ બાદ જાહન્વી 'ગુંજન સક્સેના', 'ઘોસ્ટ સ્ટોરીઝ' તથા 'રુહી' જેવી ફિલ્મમાં જોવા મળી છે. હવે તે તમિળ ફિલ્મ 'કોલામાવુ કોકિલા'ની હિંદી રીમેક 'ગુડલક જેરી'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'મિલી', 'મિસ્ટર એન્ડ મિસિસ માહી', 'બવાલ'માં પણ કામ કરી રહી છે.

ઈશાન ખટ્ટર 'ફોન ભૂત'માં જોવા મળશે
ઈશાન એક્ટ્રેસ કેટરીના કૈફ તથા એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે 'ફોન ભૂત'માં જોવા મળશે.