સેલેબ લાઇફ:જાન્હવી કપૂર દરિયા કિનારે એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી, તસવીરમાં દેખાતો મિસ્ટ્રી મેન કોણ છે?

મુંબઈ4 મહિનો પહેલા
  • જાન્હવી કપૂરે સો.મીડિયામાં સનસેટની તસવીરો શૅર કરી

બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરે હાલમાં જ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં જાન્હવી કપૂર એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં બીચ પર એન્જોય કરતી જોવા મળી હતી. એક તસવીરમાં જાન્હવીએ એક મિસ્ટ્રી મેનનો હાથ પકડેલો છે.

કોણ છે મિસ્ટ્રી મેન?

જાહન્વી તથા ઓરહાન (ઓરી) ખાસ મિત્રો છે
જાહન્વી તથા ઓરહાન (ઓરી) ખાસ મિત્રો છે

જાન્હવી કપૂરે જેનો હાથ પકડ્યો છે, તે બીજો કોઈ નહીં પરંતુ તેનો ખાસ મિત્ર ઓરહાન અવત્રામણી છે. પહેલી તસવીરમાં જાન્હવી દરિયામાં ડૂબકી લગાવતી જોવા મળી હતી. બીજી તસવીરમાં તે સૂરજ તરફ ઓરહાનનો હાથ પકડીને દોડતી જોવા મળી હતી. આ તસવીરમાં બંનેમાંથી કોઈના ચહેરા દેખાતા નથી. ત્રીજી તસવીરમાં માત્ર દરિયો તથા આથમતો સૂરજ જોવા મળે છે. ચોથી તસવીરમાં જાન્હવી ખડક પર બેઠેલી છે.

તસવીર શૅર કરીને આ વાત કહી
જાન્હવી વ્હાઈટ બિકીની ટોપ તથા એનિમલ પ્રિન્ટેડ બિકીની બોટમમાં જોવા મળી હતી. તસવીર શૅર કરીને જાન્હવીએ કહ્યું હતું, 'બ્લર સનસેટની અડધી સુંદરતા એ હોય છે...જે સતત અસ્થિર જોવા મળે છે.'

જાન્હવીએ શૅર કરેલી તસવીર

સેલેબ્સે તસવીર પર કમેન્ટ્સ કરી
જાન્હવી કપૂરની કાકી મહિપ કપૂરે કમેન્ટ બોક્સમાં ફાયર ઈમોજી તથા હાર્ટ ઈમોજી શૅર કરી હતી. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કહ્યું હતું, 'વાઉ...' તો ચાહકોએ પણ આ તસવીરના વખાણ કર્યાં હતાં.

છેલ્લે 'રૂહી'માં જોવા મળી હતી
જાન્હવી છેલ્લે હાર્દિક મહેતાની હોરર કોમેડી ફિલ્મ 'રૂહી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ તથા વરુણ શર્મા હતા. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને કોરોના હોવા છતાંય ફિલ્મ પહેલાં વીકમાં 16.41 કરોડનો બિઝનેસ કર્યો હતો. જાન્હવી 'દોસ્તાના 2', 'ગુડ લક જેરી'માં જોવા મળશે.