વાઇરલ વીડિયો:પોઝ આપતા સમયે પેટ સપાટ દેખાય તે માટે જાહન્વી કપૂરે શ્વાસ રોક્યો, સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં હાલમાં જ અવૉર્ડ સેરેમની યોજાઈ ગઈ. આ સેરેમનીમાં ક્રિતિ સેનન, સારા અલી ખાન, જાહન્વી કપૂર, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, કેટરીના કૈફ જેવા સેલેબ્સ હાજર રહ્યા હતા. બોલિવૂડ સેલેબ્સે રેડ કાર્પેટ પર બેસ્ટ ફેશન સાથે જોવા મળ્યો હતો. ક્રિતિ સેનન વ્હાઇટ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં હતી. તો જાહન્વી નિયોન ગાઉનમાં હતી. સારા અલી ખાન બ્લેક કટ આઉટ ડ્રેસમાં હતી. આયુષ્માન, કાર્તિક તથા વિકી ફોર્મલ ડ્રેસમાં હતાં.

અવૉર્ડ શોમાં એક્ટ્રેસિસ આગવા અંદાજમાં જોવા મળી
કેટરીના કૈફ પોતાની બ્યૂટી બ્રાન્ડ કે બ્યૂટી ચલાવે છે. એક્ટ્રેસ અવૉર્ડ સેરેમનીમાં સિલ્વર ગાઉનમાં જોવા મળી હતી. તેને બ્યૂટી આંત્રપ્રિન્યોર ઓફ ધ યર અવૉર્ડથી નવાજમાં આવી હતી. વિકી કૌશલ બ્લેક સૂટમાં હતો. રેડ કાર્પેટ પર બંનેએ સાથે પોઝ આપ્યા નહોતા.

વિકી કૌશલ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં કિઆરા અડવાણી સાથે જોવા મળશે. આ બંનેએ રેડ કાર્પેટ પર પોઝ આપ્યા હતા. કિઆરા અડવાણી બ્લેક રફલ ગાઉનમાં હતી. કિઆરાને ગોલ્ડન બ્યૂટ ઑફ ધ યર અવૉર્ડ મળ્યો હતો.

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બ્લેકમાં હતી. તેણે થાઇ હાઇ સ્લિટ ગાઉન સાથે ટ્રાન્સપરન્ટ હીલ્સ પહેરી હતી. સારી અલી ખાન ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં વિકી કૌશલ સાથે જોવા મળશે.

ક્રિતિ સેનન થાઈ હાઇ સ્લિટ વ્હાઇટ ગાઉનમાં હતી. ક્રિતિને સ્ટાઇલ આઇકન ઑફ ધ યર અવૉર્ડ મળ્યો હતો. હાલમાં તે 'આદિપુરુષ'માં પ્રભાસ તથા સૈફ અલી ખાન સાથે કામ કરી રહી છે.

નેશનલ ક્રશ એટલે રશ્મિકા મંદાના બ્લેક ફ્લોરલ ગાઉનમાં હતી. તેને ફેસ ઑફ ધ યર અવૉર્ડ મળ્યો હતો. રશ્મિકાએ 'ગુડબાય'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. 'બિગ બોસ 15'ની વિનર તેજસ્વી પ્રકાશ બ્લેક ગાઉનમાં હતી. આયુષ્માન ખુરાના શિમરી જેકેટ તથા બ્લેક પેન્ટમાં હતો.

જાહન્વી કપૂર રૂમર્ડ પ્રેમી સાથે જોવા મળી
જાહન્વી કપૂર નિયોન રંગના જલપરી સ્ટાઇલના ગાઉનમાં હતી. જાહન્વી રૂમર્ડ પ્રેમી ઓરહાનના હાથમાં હાથ નાખીને અવૉર્ડ શોમાં હાજર રહી હતી. જોકે, જાહન્વીને અવૉર્ડ શોમાં ટ્રોલ કરવામાં આવી હતી.

સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી.
સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી.

કેમ ટ્રોલ થઈ?
જાહન્વી કપૂરે પેટ સપાટ દેખાય તે માટે ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે શ્વાસ રોકી રાખ્યા હતા અને આ વાત સો.મીડિયા યુઝર્સને તરત જ ધ્યાનમાં આવી હતી. આ જ કારણે જાહન્વી કપૂર ટ્રોલ થઈ હતી. એક યુઝરે કહ્યું હતું કે પેટ સપાટ દેખાય તે માટે શ્વાસ રોકીને રાખ્યો છે. તેણે આમ કરવાની જરૂર નહોતી. અન્ય એકે કહ્યું હતું કે તે કાયલી જેનર બનવા માટે આતુર છે. બીજાએ એમ કહ્યું હતું કે શ્વાસ કેમ રોકી રાખવા પડે? લાગે છે કે તે ભૂલી ગઈ છે કે તેણે જે પ્રકારના કપડાં પહેર્યા છે, તેમાં આ વાત સ્પષ્ટ રીતે દેખાય છે. ત્રીજાએ વળી એવી કમેન્ટ કરી હતી કે સ્ટાર કિડ્સ કેમ આ પ્રકારના આઉટફિટ પહેરે છે અને તેમાં અસહજતા અનુભવે છે?

અવૉર્ડ શોમાં બોલિવૂડ એક્ટ્રેસિસ...

રશ્મિકા મંદાના.
રશ્મિકા મંદાના.
કેટરીના કૈફ.
કેટરીના કૈફ.
કિઆરા અડવાણી.
કિઆરા અડવાણી.
સારા અલી ખાન.
સારા અલી ખાન.
આયુષ્માન ખુરાના.
આયુષ્માન ખુરાના.
વિકી કૌશલ.
વિકી કૌશલ.
ક્રિતિ સેનન.
ક્રિતિ સેનન.
જાહન્વી કપૂર.
જાહન્વી કપૂર.
તેજસ્વી પ્રકાશ.
તેજસ્વી પ્રકાશ.
વિજય વર્મા.
વિજય વર્મા.
કાર્તિક આર્યન.
કાર્તિક આર્યન.
જાહન્વી કપૂર રૂમર્ડ પ્રેમી ઓરહાન સાથે.
જાહન્વી કપૂર રૂમર્ડ પ્રેમી ઓરહાન સાથે.
અન્ય સમાચારો પણ છે...