જાહન્વી કપૂરે હોમ ટૂર કરાવી:એક્ટ્રેસ કહ્યું, માતા શ્રીદેવી ક્યારેય બાથરૂમના દરવાજાને લૉક કરવા દેતી નહોતી

ચેન્નઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરે ચાહકોને ઘરની ઝલક બતાવી છે. આ ઘર ચેન્નઈમાં આવેલું છે અને શ્રીદેવીએ આ ખરીદ્યું હતું. જાહન્વીએ કહ્યું હતું કે જ્યારે તેની માતા શ્રીદેવીએ ઘર ખરીદ્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે તે આ ઘર લગ્ન બાદ જ ડેકોરેટ કરશે. આ ઘર માટે તેમણે દુનિયાભરમાંથી વિવિધ વસ્તુઓ ખરીદી હતી. જાહન્વીએ આ વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે તેની માતા કેમ તેને બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરવા દેતી નહોતી.

જાહન્વીએ શ્રીદેવીના પહેલા ઘરની ઝલક બતાવી
જાહન્વી કપૂરે વીડિયોમાં કહ્યું હતું કે આ ઘર તેની માતા શ્રીદેવીએ ખરીદેલું પહેલું ઘર છે. વીડિયોમાં એક રૂમમાં બોની કપૂર પોતાનું કામ કરે છે. જાહન્વીની માસી તથા અન્ય ફેમિલી મેમ્બર્સ ઘરની અંદર જોવા મળે છે. જાહન્વીએ કહ્યું હતું કે વર્ષ 2018માં માતાના નિધન બાદ આ ઘરની વસ્તુઓ જે રીતે હતી તે જ રીતે રાખવામાં આવી છે. જાહન્વીએ એમ પણ કહ્યું હતું કે તેની માતાએ આ જ ઘરમાં સીક્રેટલી વેડિંગ કર્યા હતા. નોંધનીય છે કે શ્રીદેવીએ ફિલ્મ પ્રોડ્યૂસર બોની કપૂર સાથે લગ્ન કર્યા છે.

જાહન્વી આ કારણથી બાથરૂમનો દરવાજો લૉક કરી શકતી નહોતી
જાહન્વીએ વીડિયોમાં કહ્યું હતું કે આ ઘર સાથે તેની અઢળક જૂની યાદો જોડાયેલી છે અને તેથી જ તેને આ ઘર ઘણું જ ગમે છે. તે બાથરૂમ અંદરથી લૉક કરી શકતી નહોતી, કારણ કે તેને યાદ છે કે તેની માતા તે જ્યારે પણ બાથરૂમને લૉક કરે તો ડરી જતાં હતાં. તેમને હંમેશાં એ વાતનો ડર હતો કે તે બાથરૂમની અંદર જઈને બોયફ્રેન્ડ સાથે વાત ના કરે. આથી જ તેને બાથરૂમને લૉક લગાવવાની પરમિશન નહોતી. આથી જ તેનો રૂમ તૈયાર છે, પરંતુ હજી પણ તેના બાથરૂમમાં લૉક નથી.

શ્રીદેવીએ બનાવેલા પેઇન્ટિંગ્સ અહીંયા છે
જાહન્વીએ હોમ ટૂર દરમિયાન ઘરનું ડેકોરેશન, પેઇન્ટિંગ તથા આર્ટ વર્ક પણ બનાવ્યું હતું. ઘરમાં શ્રીદેવીએ બનાવેલા પેઇન્ટિંગ્સ પણ છે.

શ્રીદેવીનું અવસાન 2018માં દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબવાને કારણે થયું હતું. જાહન્વીએ 2018માં ફિલ્મ 'ધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં જ જાહન્વીની 'મિલી' ફિલ્મ રિલીઝ થઈ હતી. જાહન્વીની અપકમિંગ ફિલ્મ વરુણ ધવન સાથે 'બવાલ' તથા રાજકુમાર રાવ સાથે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' છે.

અન્ય સમાચારો પણ છે...