બોલિવૂડ એક્ટ્રેસિસ જાહન્વી કપૂર, શનાયા કપૂર તથા અનન્યા પાંડે તાજેતરમાં જ મુંબઈમાં રેસ્ટોરાંની બહાર જોવા મળ્યા હતા. અનન્યા તથા શનાયા કપૂર ખાસ મિત્રો છે. શનાયા તથા જાહન્વી કઝીન સિસ્ટર્સ છે. આ ત્રણેય રવિવાર, 15 મેના રોજ ડિનર ડેટ પર મળ્યા હતા. જાહન્વીની ખાસ ફ્રેન્ડ તનીષા સંતોષી પણ જોવા મળી હતી. આ ત્રણેય એક્ટ્રેસિસ એકદમ શોર્ટ કપડાં પહેરીને આવી હતી.
જાહન્વીને જોતા જ લોકોએ બૂમો પાડી
જાહન્વી કારમાંથી ઉતરી એટલે તરત જ ચાહકોએ તેના નામની બૂમો પાડી હતી. ચાહકોને આ રીતે બૂમો પાડતા જોઈને જાહન્વીએ સ્માઇલ આપીને અભિવાદન કર્યું હતું.
મોટી સંખ્યામાં લોકો હતા
શનાયા કપૂર, જાહન્વી કપૂર તથા અનન્યા પાંડે ગોર્જિયસ લાગતા હતા. જાહન્વી કપૂરે શોર્ટ યલો ટોપ તથા શોર્ટ ઓલિવ સ્કર્ટ પહેર્યું હતું. શનાયા કપૂર શોર્ટ વન પીસ ડ્રેસમાં હતી તો અનન્યા પાંડે પિંક ટોપ તથા સ્કર્ટમાં હતી. આ ત્રણેય જ્યારે રેસ્ટોરાંની અંદર જતાં હતાં ત્યારે બહાર ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી. ત્રણેય ચાહકોના ટોળા વચ્ચે ફસાઈ ગઈ હતી. જોકે, સિક્યોરિટી ગાર્ડે ત્રણેયને હેમખેમ રેસ્ટોરાંમાં પહોંચાડ્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે 'લાઇગર' તથા 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે. શનાયા કપૂર ફિલ્મ 'બેધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. જાહન્વી કપૂરે 'ગુડ લક જેરી', 'મિલી', 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' તથા 'બવાલ'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.