ડ્રેસને કારણે મુશ્કેલી:જાહન્વી કપૂર એકદમ ટૂંકો ડ્રેસ પહેરીને આવતા ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા માંડ માંડ બચી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહન્વી કપૂર મુંબઈમાં રેસ્ટોરાંની બહાર જોવા મળી

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર હાલમાં અપકમિંગ ફિલ્મની તૈયારી કરી રહી છે. તે સો.મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ જાહન્વી કપૂર મુંબઈમાં રેસ્ટોરાંની બહાર જોવા મળી હતી. જાહન્વી વધુ પડતાં ટૂંકા કપડાં પહેરીને આવી હતી અને તેમાં તે ઘણી જ અસહજ જોવા મળી હતી.

બ્લેક વન પીસમાં
જાહન્વી કપૂર બ્લેક રંગના શોર્ટ વન પીસમાં હતી. તેના હાથમાં બ્લેક બેગ હતી. જાહન્વીએ લાઇટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

વારંવાર ડ્રેસ સરખો કરતી જોવા મળી
જાહન્વી આ શોર્ટ વન પીસમાં અનકમ્ફર્ટેબલ જોવા મળી હતી. તે વારંવાર પોતાનો ડ્રેસ સરખો કરતી હતી.

જાહન્વી કપૂર ડ્રેસને કારણે ટ્રોલ
જાહન્વી કપૂરનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. જાહન્વીને આ ડ્રેસને કારણે ટ્રોલ કરવામાં આવી છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે નાઇટી પહેરીને આવી ગઈ? અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે આ લોકોની ડ્રેસિંગ સેન્સ સમજમાં આવતી નથી.

જાહન્વી કપૂરની અપકમિંગ ફિલ્મ
જાહન્વી કપૂર 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે 'મિલી', 'ગુડ લક જેરી', 'બવાલ'માં કામ કરી રહી છે.