વાઇરલ તસવીરો:જાહન્વી કપૂર બ્લેક કટ આઉટ ડ્રેસમાં જોવા મળી, અલ્ટ્રમોર્ડન લુક પર ચાહકો ફિદા

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર હાલમાં જ મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટમાં સામેલ થઈ હતી. જાહન્વી બ્લેક કટ આઉટ ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં જાહન્વી કપૂરનો માદક અંદાજ જોવા મળ્યો હતો.

ગોર્જિયસ લુકમાં જાહન્વી
જાહન્વી કપૂરે રેડ કાર્પેટ પર પોઝ આપ્યા હતા. જાહન્વીનો સ્ટનિંગ લુક ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો. કેટલાંક ચાહકોએ જાહન્વીની તુલના 'ટાઇટેનિક' ફિલ્મની એક્ટ્રેસ કેટ વિન્સલેટ સાથે કરી હતી. ફિલ્મમાં કેટના ગળામાં આવો જ નેકલેસ હતો, જેવો જાહન્વીએ પહેર્યો હતો.

'ટાઇટેનિક'માં કેટ વિન્સલેટ.
'ટાઇટેનિક'માં કેટ વિન્સલેટ.

બાળકી સાથે સેલ્ફી ક્લિક કરાવી
અવોર્ડ શોમાંથી બહાર નીકળ્યા બાદ જાહન્વી કારમાં બેસવા જતી હતી ત્યારે બાળકીએ સેલ્ફી માટે રિક્વેસ્ટ કરી હતી. જાહન્વીએ બાળકી સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.

હાલમાં જ 'ગુડ લક જેરી'નું પોસ્ટ રિલીઝ થયું
જાહન્વીની અપકમિંગ ફિલ્મ 'ગુડ લક જેરી'નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર 29 જુલાઈના રોજ સ્ટ્રીમ થશે. ફિલ્મને સિદ્ધાર્થ સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે અને આનંદ એલ રાય પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ 'કોલામાવુ કોકિલા'ની હિંદી રીમેક છે. તમિળ ફિલ્મમાં નયનતારાએ લીડ રોલ પ્લે કર્યો હતો.